આ રહસ્યમયી દુનિયા સાથે જોડાયેલા 7 રોચક તથ્યો, જેના વિશે જાણી ને તમે નહીં કરો વિશ્વાસ

0

આ દુનિયા કેટલી રહસ્યમયી છે, તે વાત ને આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. બધા ને જિજ્ઞાસા હોય છે કે તે પોતાના જીવનકાળ માં બધી અલગ અલગ વસ્તુઓ વિશે જાણી લે અને પોતાની આંખો થી જોઈ ને વિશ્વાસ કરે. પરંતુ અફસોસ કે દુનિયા એટલી મોટી છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવન ના આખી દુનિયા નથી જોઈ શકતા. તેવામાં આજે અમે આપને આ રહસ્યમયી દુનિયા સાથે જોડાયેલા ઘણા રોચક તથ્યો વિશે જણાવીશુ, જેના વિશે જાણી ને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

ફ્રાન્સ ની રાજધાની પેરિસ માં જેટલા વ્યક્તિઓ છે તેનાથી ઘણી વધારે સંખ્યા કુતરાઓ ની છે. અહીં લોકો ને મેટ્રો માં કુતરાઓ ને સાથે લઇ જવા માં કોઈ રોક -ટોક નથી.

- frenchdogberet 300x200

ન્યુઝીલેન્ડ એવો દેશ છે જ્યાં મનુષ્ય ની જનસંખ્યા થી વધારે ઘેટાઓ સંખ્યા છે. અહીં પ્રતિ વ્યક્તિ ના હિસાબે 6 ઘેટાઓ છે.

- 1570615555654 300x169

દેડકો જ્યારે કોઈ કીટક ને ગળે છે તો તેની આંખ બંધ થઈ જાય છે. ઋગ્વેદમાં દેડકા ને માંગલિક તથા શુભ માનવામાં આવે છે. દેડકા નો અવાજ વર્ષાસુચક માંગલિક ધ્વનિ ના રૂપ માં હંમેશા થી માન્ય રહ્યો છે.

- frog 1 300x262

શતરંજ દુનિયા ના સૌથી વધુ મગજ ની કસરત કરાવવા વાળી રમતો માં એક છે. શતરંજની ખોજ ભારત માં થઈ હતી. મનોવૈજ્ઞાનિકો નુ કહેવુ છે કે શતરંજ રમવાથી મગજ ની બૌદ્ધિક ક્ષમતા માં સુધારો થાય છે અને જટિલ પ્રશ્નો ઉકેલવાની શક્તિ વધે છે. તમને જાણી ને આશ્ચર્ય થશે કે દુનિયા માં અંગ્રેજી ભાષા માં છપાયેલુ બીજુ પુસ્તક શતરંજ વિશે હતુ.

- 85331643 close up shot hand of business woman moving golden chess to defeat and kill silver king chess on whi 300x200

ડોલ્ફીન માછલી 5 થી 8 મિનિટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. આ માછલી એક આંખ ખુલી રાખી ને પણ ઊંઘી શકે છે.

- Struthio camelus   Etosha 2014 3 300x200

શાહમૃગ ની આંખો તેના મગજ કરતા વધુ મોટી હોય છે. તે દુનિયા નુ સૌથી મોટુ પક્ષી છે. શાહમૃગ ની દોડવા ની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.

- Coke PageProperties 300x300

કોકાકોલા જો રંગ મેળવવા માં ન આવે તો તેનો રંગ લીલો હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here