હજુ તો આજે જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એવામાં શિવ ભક્તોની શંકરના મંદિરમાં દર્શન કરવા માટે ભીડ ઉમટી પડી હતી. સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને 12 જ્યોતિર્લીંગમાં સમાવેશ થતાં એવા સોમનાથમાં આજે શિવ ભક્તોની દર્શન કરવા માટે લાંબી લાઇન લાગી હતી.
અનલોક1 માં જ સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી આવી હતી. માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સાથે જ 10 વર્ષથી નીચેના અને 65 વર્ષથી ઉપરના વ્યક્તિને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
પણ આજે સોમનાથમાં શિવ ભક્તોનો મેળાવળો આટલો વધી ગયો હતો કે લોકોએ ફરી એક વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો મજાક બનાવ્યો હતો.
ઘણા લોકો માસ્ક પેહર્યા વિનાના દેખાયા , તો ઘણા પોલીસના કડક બંદોબસ્તથી નારાજ. અને એવામાં જ દર્શનાર્થી અને પોલીસ વચ્ચે થોડો ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો.
સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતાં અંતે પોલીસે લાઠીચાર્જ કરવાનો નિર્ણય કર્યો. લાઠીચાર્જને કારણે મંદિર પરિસદમાં ભાગદોડી જેવો માહોલ બની ગયો હતો.
લાગે છે કે પ્રસાસન ફરી એક વખત પોતાની જવાબદારી સંભાળવામાં નિષ્ફળ થઈ લાગે છે. અને દર્શનાર્થીમાં ધીરજનો નો ઘણો અભાવ લાગે છે. જેથી અંતે લાઠીચાર્જનો નિર્ણય પોલીસે લેવો પડ્યો હશે.