સોનુ સૂદે ફરી સ્થાપ્યુ માનવતા નુ ઉદાહરણ, ઑનલાઇન અભ્યાસ નહતા કરી શકતા બાળકો, મોકલ્યા સ્માર્ટફોન

0

અભિનેતા સોનુ સૂદે ફરી એક વખત માનવતા નુ ઉદાહરણ બતાવ્યુ છે. કોરોના કાળ માં તે સતત લોકો ની મદદ કરી રહ્યા હતા. સોનુ સૂદે ચંદીગઢ ના વિદ્યાર્થીઓ ને સ્માર્ટફોન આપી લોકો ના દિલ જીતી લીધા છે. સોમવારે ચંદીગઢ ના ધનાસ સ્થિત ગવર્મેન્ટ મોડલ સિનિયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને સોનુ સૂદે સ્માર્ટફોન મોકલ્યા અને તે ફોન આજે વિદ્યાર્થીઓ ને મળ્યા.

Sonu Sood Launches App to Provide Jobs to Migrant Workers, Over 500  Companies Across Various Sectors Get Listed | India.com  - sonu sood launches app for migrant workers main

સોનુ ના મિત્ર કરણ ગિલ્હોત્રા જ્યારે સ્માર્ટફોન લઈને વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા ત્યારે તેઓની ખૂબ ખુશ થયા. આ દરમ્યાન સોનુ સૂદે વિડીયો કોલિંગ મારફત વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને ભણી ને પરિવાર નુ નામ રોશન કરવા અને સારા વ્યક્તિ બનવા સલાહ આપી.

- chandigarh 1600091736

થોડા દિવસ પહેલા કોઈએ ટ્વીટ કરી સોનુ તેમજ તેના મિત્ર કરણ ને જાણકારી આપી હતી કે ધનાસ સ્કૂલ ના વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે ભણવા માં તકલીફ થાય છે. સોનુ એ ટ્વીટ દ્વારા કહ્યુકે જલ્દી જ બાળકો પાસે સ્માર્ટફોન પહોંચી જશે. મોબાઈલ ફોન મેળવી ને વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા. એક વિદ્યાર્થી એ જણાવ્યુ કે તે પાડોશી ના મોબાઈલ ફોન પર કલાસ એટેન્ડ કરતો હતો

આ પણ વાંચો -  ટ્રમ્પે કહ્યું- જો ઇલેક્ટરલ કલેજ બિડેનને વિજેતા બનાવે છે, તો તે વ્હાઇટ હાઉસ છોડી દેશે

My Report: 'Expected SSN College to Refund, Not Ask Fee for Hostel, Library'  - thequint 2F2020 08 2Ff6bcec09 5d64 4bf9 8adf 2cd21c0d6169 2FUntitled design  2

વિદ્યાર્થીઓ એ સોનુ સૂદ ને વચન આપ્યુ કે તેઓ મન લગાવી ને ભણશે અને કંઈક બની ને દેખાડશે. આ અવસર પર કરણ ગિલ્હોત્રા એ કહ્યુ કે વિદ્યાર્થીઓ દેશ નુ ભવિષ્ય છે. મુશ્કેલ પરિસ્થિતિ માં તેના ભણતર તેમજ વિકાસ માં કોઈ અવરોધ ન અવવો જોઈએ. શિક્ષા જરૂરી છે અને તે ક્યારેય બંધ ન થવી જોઈએ.

Sonu Sood to support over 400 families of injured and deceased migrant  workers  - 76938028

વિદ્યાર્થીઓ ની મદદ કરી અમે આ બાળકો ના સપના અને મહત્વકાંક્ષાઓ ને સાકાર કરવામાં યોગદાન આપવા માંગે છે. સોનુ સૂદે કહ્યુ કે એ જોઈ ને ખુબજ દુઃખ થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ ફક્ત એટલા માટે પોતાના કલાસ એટેન્ડ નથી કરી શકતા, કેમકે તેના પરિવાર પાસે સ્માર્ટફોન નથી. આ મુશ્કેલ પરિસ્થિતિ માં તેમની મદદ કરી ને મને ખુબ સારૂ લાગી રહ્યુ છે, હવે તેઓ કોઈ પણ મુશ્કેલી વિના પોતાનુ ભણતર આગળ વધારી શકશે.

આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here