સોનુ સુદએ ફરી સાબિત કરું કે તે છે રિયલ લાઈફના હીરો, ગરીબ ખેડૂત પરિવારની ટ્રેક્ટર આપીને કરી સહાય

0
Migrant Mahatma or moment marketeer Sonu Sood?, Marketing ...  - 76334688

સોનુએ એક ખેડૂતનો વિડીયો રીટ્વિટ કર્યો અને સાથે લખ્યું કે, ‘ આ ખેડૂત પાસે પૈસા ન હોવાને કારણે તેની દીકરીઓ પાસે ખેતરમાં હળ ચલાવે છે. આ છોકરીઓ ખેતર ખેડવામાં તેના માતપિતાની મદદ કરે છે.’ આ વિડીયો જેને પોસ્ટ કર્યો ત્યારે એને લખ્યું હતું કે , ‘ આ ખેડૂત તેની દીકરીઓ પાસે ખેતર ખેડાવે છે કારણકે તેમની પાસે ખેતર ખેડવા માટે બળદ લેવાના પૈસા નથી અને કોરોના વાઇરસની મહામારીને કારણે એમને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

એને શેર કરતાં સોનુ એ લખ્યું કે , ‘ કાલે સવારે એમની પાસે હું બે બળદ પંહોચાડી દઇશ. આ છોકરીઓએ તેમની શિક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કાલે તમારૂ ખેતર બળદ ખેડતા હશે. ખેડૂત આ દેશનું ગૌરવ છે એમની રક્ષા કરો.’

આ પણ વાંચો -  વિશ્વમાં કોરોના: જર્મનીમાં લોકડાઉન 20 ડિસેમ્બર સુધી લંબાયું, 5 મે પછી એક દિવસમાં યુકેમાં સૌથી વધુ મોત

બપોર સુધીમાં સોનુનું મન બદલી ગયું અને તેમને ફરી ટ્વિટ કરતાં લખ્યું કે હવે એ પરિવારને બળદ નહીં પણ ટ્રેક્ટર જ મોકલી આપીશ. સોનુ એ લખ્યું કે ‘ આ પરિવાર બળદને લાયક નહીં પણ ટ્રેક્ટરને લાયક છે. એટલા માટે હું તમને એક ટ્રેક્ટર મોકલી આપું છું. આજ સાંજ સુધી તમને ટ્રેક્ટર મળી જશે. ખુશ રહો.

સોનુ સુદના ફેન્સ ફરી એક વખત તેમનાથી પ્રભાવિત થયા અને તેમની આ ઉદારતાની પ્ર્શંશા કરી. ગયા અઠવાડિયે સોનુએ કિર્ગીસ્તાનથી 1500 જેટલા છાત્રોને પાછા દેશ લઈ આવ્યા હતા. સ્પાઇસજેટના ચાર્ટર દ્વારા છાત્રોને પાછા લઈ આવવાનું કામ અભિનેતા સોનુ સુદએ કર્યું હતું.

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here