આ બાળ સંગીત કલાકારે ગુજરાતનાં નામચીન સંગીતકાર સાથે કર્યું છે કામ, હાલ જ યૂટ્યૂબ પર બહાર પાડ્યું છે એક નવું ગીત

0

સંગીત અને લોક સાહિત્ય ની દુનિયામાં ઘણાં કલાકારો બને છે. પરંતું તેમાંથી કેટલાક એવા કલાકારો હોય છે જે ટુંક સમયમાં બધાં ના દિલ જીતી લે છે. આજે આપણે એવાં જ એક બાળ સંગીત કલાકાર ની વાત કરવાની છે.

- 1

અંકિત ખેની, જે પોતાના મીઠા અવાજ ને લીધે જાણીતા છે. તેમનો જન્મ ૨ ઓગસ્ટ, ૨૦૦૨ ના રોજ ઉચડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ભરતભાઇ અને માતા નું નામ ભાવનાબેન છે. તેમને એક ભાઈ છે, જેના તરફથી અંકિત ને ઘણાં સપોર્ટ મળી રહ્યો છે. હાલમાં અંકિત સુરતની જે બી ડાયમન્ડ્ સ્કૂલ માં દસમાં ધોરણનો અભ્યાસ કરી રહ્યા છે. અંકિત ના કહ્યાં પ્રમાણે તેમને આગળનો અભ્યાસ સંગીત કલામાં જ કરવો છે અને તેમાં જ પોતાની કારકિર્દી બનાવી છે.

- 12 300x225

અંકિતે ઘણાં મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. જેમ કે સૌ પ્રથમ તેઓ કિર્તીદાન ગઢવી ને મળ્યાં હતાં અને તેમની સાથે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્પાબેન પટેલ સાથે ખૂબ સારું કામ કર્યું છે.ત્યારબાદ ભોરીગણાં ગામમાં લોક ડાયરો માં તેમણે ‘ માઁ બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી’ નામનું ભજન ગાયું હતું. આ ભજન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું અને તેમની લોકપ્રિયતા વધી હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જેમીશ ભગત સાથે ‘પંચાળા નો રાસ’ નામનો રાસ ગરબો ગાયો છે જે લોકો એ ખૂબજ પસંદ કર્યો છે. નરેશભાઈ નાવડીયા હસ્તક અંકિતે એક ગીત’ મને લઈ જાને તારી સંગાથ’ માં ભગવાન કૃષ્ણ નું પાત્ર ભજવેલ છે.

- 1

અંકિત ને ભજન કિર્તન ગાવાનો શોખ, ટીવી પર આવતાં હરી ભરવાડ ના ભજન કિર્તન સાંભળી ને થયો હતો. તેઓ નાનપણમાં હરી ભરવાડ ને ટીવી પર સાંભળી તેની જેમ ગાવાનો પ્રયત્ન કરતાં હતાં. ત્યારબાદ એક પારિવારિક શોકસભામાં, પ્રથમ વખત સ્ટેજ પર પોતાનો અવાજ લોકો ને સંભળાવ્યો હતો. આ પ્રથમ પરફોર્મન્સ દરમિયાન તે માત્ર ૮ વષઁ ની ઉંમરનાં હતાં. આ સમયે તેમણે ‘ જીકે ભી લકડી મર કે ભી લકડી’ નામનું ભજન ગાયું હતું.

- 1

તેમણે સુરતના NCT ફ્લેટ માં કિર્તીદાન ગઢવી સાથે પ્રોગ્રામ આપ્યો હતો. ત્યારબાદ સુરત માં યોજાયેલી જીજ્ઞેસદાદા ની કથામાં તેને ‘રસીયો રુપાડો રંગરેલીયો’ અને ‘દ્વારીકા નો નાથ’ લોકો ને સંભળાવ્યા હતાં. ગીતા રબારી સાથે પણ તેને અમરેલી જિલ્લામાં પ્રોગ્રામ આપ્યા છે. આ ઉપરાંત હકાભા ગઢવી, ફરીદા મીર અને મનસુખભાઈ ખીલોરીવાળા સાથે પણ તેમણે સૂર મેળવ્યા છે.

- 12 1 245x300

તેમનું નવું કૃષ્ણ ભક્તિનુ ભજન ‘ હો..નંદના નંદલાલા‘ આવી ગયુ છે. તેમા સંગીતા અજય વાઘેશ્વરી એ આપ્યુ છે તથા ગીત વિજય ખેનીએ લખેલુ છે અને પ્રોડયુસર ઉમંગ રાદડીયા છે જેમાં ડાયરેક્ટર ચિરાગ કાચરીયા અને ડિ.ઓ.પી રાજ સોજીત્રા છે.જે ગીત હાલમા યુટયુબ ઉપર લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.આ ગીત ના 10 હજાર વ્યૂહ થઇ ગયા છે ભજન અને ગરબા સાંભળવા એ ખૂબ જ આનંદદાયક હોય છે. તેઓ દર વર્ષે સુરતમાં નવરાત્રિ માં પણ લોકો ને તેમના સૂર પર નચાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here