ડિજિટલ ક્ષેત્ર એ આજે આ ઇન્ટરનેટના જમાનામાં હરણફાળ ભરી છે. આજકાલ દરેક લોકો માટે સોશ્યલ મીડિયા પોતાના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. ત્યારે ઘણા ડિજિટલ ઉદ્યોગસાહસિકો પોતાના કામને એક નવો વેગ આપી એક નવી સિદ્ધિ જ પ્રાપ્ત કરી રહ્યાં છે.
ખુબ ઓછા સમય માં જ સોશિયલ મીડિયાએ રાજકારણ, મનોરંજન જગત અને અન્યત્ર ક્ષેત્રોમાં એક મહત્વપુર્ણ સ્થાન મેળવી લીધું છે.
જેટલું સોશ્યલ મીડિયા લોકો માટે ઉપયોગી છે. એટલું જ હાનિકારક પણ છે. દિવસેને દિવસે વધતાં જતા સાયબર ક્રાઈમને કારણે આજે લોકોમાં એક ભય ઉભો થઇ રહ્યો છે. ત્યારે રિતીક દાવડા જેવા ઘણાં યુવાનો સાયબર સિક્યુરિટી પુરી પાડે છે. અને આવા ફ્રોડથી બચાવે છે.
૨૦ વર્ષીય રિતીક દાવડાએ નાની ઉંમરમાં જ સાયબર સિક્યુરિટી ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. અને આજે ઘણાં રાજકારણીઓ, સંગીતકારો અને વી.આઈ.પી. પર્સનાલિટીઝને સાયબર સિક્યુરિટી પુરી પાડી રહ્યાં છે.
અમદાવાદમાં રહેતા ૨૦ વર્ષીય રિત્વિક દાવડા આજે સોશ્યલ મીડિયામાં થતાં સ્કેમથી બચવા માટે પોતાની સાયબર સિક્યુરિટીથી અલગ જ કક્ષાનું કામ કરી રહ્યાં છે. અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યાં છે.
રીતીક ગુજરાતમાં થતાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે ગુજરાત પોલીસની પણ મદદ કરી રહ્યાં છે.