સુશાંતની હત્યા કે આત્મહત્યા- ‘લટકાવીને માર્યો કે પોતે જાતે લટકીને મર્યો’, સુશાંતના વકીલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ ઉઠાવ્યો સવાલ

0

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કે હત્યાના કેસમાં દરરોજ નવો વળાંક આવે છે. શરૂઆતી સમયમાં પહેલા આ કેસ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો હતો પણ 40 દિવસ વિત્યા પછી પણ કોઈ નિષકસ ન આવતા સુશાંતના પરિવારે બિહાર પોલીસ પાસે આ કેસ દર્જ કરાવ્યો હતો. મુંબઈ પોલીસે શરૂઆતી જાંચમાં જણાવ્યુ હતું કે સુશાંતે આત્મહત્યા જ કરી છે પણ સુશાંતનો પરિવાર એ માનવા તૈયાર નહતો.

સુશાંતના પરિવાર સહિત તેના અંગત મિત્રો પણ એ માનવા તૈયાર નહતા કે સુશાંત આત્મહત્યા કરી શકે. એ બધા સહિત તેના ફેન્સ પણ એમ જ માને છે કે તેનું મર્ડર થયું છે. અને એ કેસ માટે સીબીઆઇ જાંચ થવી જોઈએ. અંતે લાંબા સમયે સુપ્રીમ કોર્ટે સીબીઆઇ જાંચ માટેની મંજૂરી આપી શકે છે. આ બધા વચ્ચે સુશાંતના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહએ પણ આ વાતને લઈને મુંબઈ પોલીસ અને હોસ્પિટલ ઉપર શંકા જાહેર કરી છે.

વકીલ વિકાસ સિંહે જણાવ્યુ કે,’સુશાંત સિંહ રાજપૂતની જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મને મળી છે તેમાં ટાઈમ ઓફ ડેથ નથી લખેલ. ટાઈમ ઓફ ડેથ ખૂબ જ મહત્વની છે. એનાથી એ સ્પષ્ટ થશે કે સુશાંતને લટકાવીને મરવામાં આવ્યો કે તે પોતે લટકીને માર્યો છે. આ વાત ઉપર મુંબઈ પોલીસે અને કુપર હોસ્પિટલે સવાલોના જવાબ આપવા જ પડશે. જ્યાં સુધી સીબીઆઇ જાંચ કરવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી માને  નથી લાગતું કે આપણે સચ્ચાઈની આસપાસ પણ પંહોચી શકશું.’

એ પહેલા પણ વિકાસ સિંહએ સુશાંતમાં ફ્લેટમેટ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાની ઉપર આરોપ લગાવ્યો હતો અને કશાતીર અપરાધી પણ કહ્યો હતો. જ્યાં સુધી સુશાંતના પરિવારે FIR દર્જ નહતી કરાવી તે સુશાંતના પરિવારનો સાથ આપી રહ્યો હતો પણ હવે જેમ FIR દર્જ થઈ તે રીયા ચક્રવર્તીની મદદ કરવા લાગ્યો છે.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here