તારક મહેતાને મળી તેની નવી પત્ની, નેહા મહેતાએ શો છોડયા બાદ આ અભિનેત્રી લેશે તેની જગ્યા

0

ટીવીની ખૂબ ચર્ચિત સિરિયલ તારક મહેતાક ઉલ્ટા ચશ્માના મુખ્ય કિરદારોમાંથી એક કિરદાર ફરી શો છોડીને જઈ રહ્યું છે. ટપૂ ,સોનુ અને દયાભાભી પછી ડાઈટ ક્વિન અંજલિ ભાભીનું કિરદાર નિભાવતી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે, તાજા ખબર અનુસાર હવે તારક મહેતા માટે નવી પત્ની શોધાઈ રહી હતી એવા માં શો ના મેકર ને બીજી અંજલિ ભાભી મળી ગઈ છે.

- sunayana fozdar tarak mehta ka ooltah chashmah 1598185083

આ શોને લગભગ 12 વર્ષ થઈ ગયા છે અને હજુ પણ લોકો આ શોને આટલો જ પ્રેમ અને પસંદ કરી રહ્યા છે. જો કે આટલા વર્ષો પછી હવે આ સિરિયલના કિરદારોને હવે સિરિયલથી થોડી દૂરી આવવા લાગી છે પણ હજુ બાકીના કિરદારો આ સિરિયલ પ્રત્યે વફાદાર રહ્યા છે. જો કે આ શોમાં મહત્વની કિરદાર કરતી દિશા વાકાણી એટ્લે કે આપની દયા ભાભી પણ 2 વર્ષ પહેલા શો છોડીને ચાલી ગઈ હતી.

આ પણ વાંચો -  રજનીકાંતની રાજનીતિમાં પ્રવેશ: 31 મીએ પાર્ટીની ઘોષણા કરશે, આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો ઉતારશે

- balwinder singh suri 1598185493

હાલ જ બીજી એક ખબર મળી છે કે અંજલિ ભાભી સાથે જ આ શો માંથી સોઢી પણ આ શો છોડીને ફરી એક વખત જઈ રહ્યો છે. જો કે આ બંનેના શો છોડવાની પાછળનું કારણ હજુ સુધી ખબર પડી નથી.નિર્માતાઑએ આ બંને કિરદાર માટે બીજા એક્ટરો પણ શોધી રાખ્યા છે.

તારક મહેતાની પત્ની માટે અંજલિ ભાભીના રોલમાં સુનેના ફૌજદાર અને સોઢીના રોલ માટે બલવિંદર સિંહને લેવાનો નિર્ણય કરી ચૂક્યા છે. સાંભળવામાં આવ્યું છે કે એ બંનેની  શોની શૂટિંગ પણ શરૂ થઈ ગઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here