આઇપીએલ 2020 : પાછા UAE આવી શકે છે સુરેશ રૈના, CSK ના માલિક શ્રીનિવાસન ને બતાવ્યા પિતા સમાન

0

UAE માં થવા જઈ રહ્યા IPL ને છોડી સુરેશ રૈના અચાનક સ્વદેશ આવી ગયા. હોટેલના રૂમ ને લઈને ધોની સાથે વિવાદ ના સમાચાર બાદ ચેન્નઈ સુપરકિંગ્સ ના માલિક એ રૈના ને આડેહાથ લીધો હતો. હવે પૂરા કિસ્સા ના ચાર દિવસ બાદ રૈના નુ કહેવુ છે કે તે ફરીથી UAE જઈ ને ટીમ સાથે જોડાઈ શકે છે અને IPL ની 13 મી સીજન રમીશકે છે.

- suresh raina express 300x167

ક્રિકેટ વેબસાઇટ CRICBUZZ ને આપેલા ઇન્ટરવ્યૂ માં રૈના એ કહ્યુ કે તેની અને ટીમ મેનેજમેંટ વચ્ચે કોઈ વિવાદ નથી. ભારત આવવા નો નિર્ણય મુશ્કેલીભર્યો હતો. CSK મારો પરિવાર છે અને માહીભાઈ મારા માટે બધુ છે. ટીમ ના માલિક શ્રીનિવાસન તેની ટીમ છોડી ને પાછા ફરવાના અસલ કારણ થી અજાણ હતા.

હકીકતમાં, રૈના ના સ્વદેશ આવ્યા બાદ શ્રીનિવાસને એક ઇન્ટરવ્યૂ માં આને ક્રિકેટર ની મોટી ભૂલ કહી હતી. સુરેશે કહ્યુ હતુ કે શ્રીનિવાસન મારા માટે પિતા સમાન છે. તે મને દીકરા સમાન જ માને છે અને મને વિશ્વાસ છે કે તેના નિવેદન ને ઉમેરી ને બતાવવા માં આવ્યુ.

- 933398 82106 iankvjksmg 1518706123 300x158

33 વર્ષીય રૈના એ ઇન્ટરવ્યૂ માં કહ્યુ કે તેના ફુવાજી ના મૃત્યુ ને લઈ ને પરિવાર માટે ચિંતિત હતો, તેથી પાછો ફર્યો. કોઈ પણ વ્યક્તિ કોઈ ખાસ કારણ વગર 12.5 કરોડ રૂપિયા છોડી પાછો ના ફરે. ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટ થી સન્યાસ લીધો હોય, પરંતુ CSK માટે 4-5 વર્ષો રમવા માંગુ છું. શ્રીનિવાસન સાથે વ્યક્તિગત વાતચીત દરમ્યાન બન્ને એ બધી વાતો પાછળ છોડી નવી શરૂઆત કરવા નક્કી કર્યુ છે.

ચેન્નઈ ની ટુર દરમ્યાન ખેલાડી સહીત 12 લોકો કોરોના પોજિટિવ આવ્યા હતા. ત્યારબાદ ટુર્નામેંટ ના ભવિષ્ય પર સંકટ ના વાદળો આવી ગયા હતા.

- suresh raina believes a good ipl season will bring his career back on track 300x225

193 મેચ માં 33.34 ની એવરેજ થી 5368 રન બનાવવા વાળા સુરેશરૈના ચેન્નઈ સુપરકિંગ્સ ના સૌથી સફળ ખેલાડી છે. રૈના એ જણાવ્યુ કે, ‘હું હંમેશા થી જ ચેન્નઈ નો ખેલાડી છું અને પાછો UAE જઈ શકું છું. મારા માટે ટીમ ના દરવાજા બંધ નથી થયા. હું સ્થિતિ ને જોઈ ને નિર્ણય કરીશ’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here