કોરોના મુક્ત New-Zealandના થિયેટર્સમાં રાખવામાં આવ્યું સુશાંતની છેલ્લી ફિલ્મ’દિલ બિચારા’ નું પ્રીમીયર

0

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ સિનેમાઘરોમાં રિલિજ થવી જોઈએ એવું દરેક લોકો કહી રહ્યા હતા. જો કે 24 જૂનના દિવસે OTT પ્લૅટફૉર્મ ઉપર રિલિજ થઈ ગઈ છે અને થોડા દિવસો પહેલા ટીવી પર પણ પ્રીમીયર થઈ ગયું છે. અને લોકો એ ફિલ્મને ખૂબ વધાવી પણ લીધી છે. એવામાં ન્યૂજીલેંડથી ખબર આવી છે કે ત્યાંના સિનેમાઘરોમાં એ ફિલ્મ રિલિજ કરવામાં આવી છે.

- l l ii l b 1597394935

ન્યૂજીલેંડ એ દેશમાંથી એક છે જે કોરોના વાઇરસથી પૂરી રીતે મુકત થઈ ગયું છે. ઓછા આબાદીવાળા દેશે કોરોના વાઇરસ ઉપર પૂરી રીતે કાબૂ મેળવી લીધો છે. અને દેશને કોરોના મુકત ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

થોડી સાવધાની રાખીને ત્યાંનું જનજીવન સામાન્ય થઈ ગયું છે. તેમજ સિનેમાઘરો અને શોપિંગ મોલ્સ પણ શરૂ થઈ ગયા છે. એવામાં સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ફિલ્મનુ પ્રીમીયર ત્યાંના સિનેમા ઘરોમાં કરવામાં આવ્યું છે.

ત્યના લોકોએ ફિલ્મની શરૂઆત પહેલા સુશાંત માટે એક મિનિટનું મૌન ધારણ કર્યું હતું. અને ત્યાર બાદ ફિલ્મની સ્ક્રિનિંગ શરૂ થઈ હતી. આ ખબરની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here