Sushant Singh Case: શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલપ્રીત ને મોકલવામાં આવી શકે છે નોટિસ

0

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ સાથે સંકળાયેલા ડ્રગ્સના કેસમાં અભિનેેત્રી શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલપ્રીત કૌરને આ અઠવાડિયામાં પૂછપરછ માટે એનસીબી ઓફિસ માં બોલાવવા માં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ એનસીબી દ્વારા પૂછપરછ દરમિયાન તેઓનુ નામ લીધું હતું. રિયા ની 9 સપ્ટેમ્બરના રોજ સુશાંતને ડ્રગ્સ આપવા ના આરોપ માં ધરપકડ કરવામાં આવી હતી.

Sushant Singh Rajput Case: NCB will send summons to Sara Ali Khan and  Shraddha Cooper » Ampinity News  - unnamed 3 7

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) આ અભિનેત્રીઓ વિરુદ્ધ આ અઠવાડિયાના અંત સુધીમાં સમન્સ જારી કરી શકે છે. એનસીબીએ તે 10 લોકો સામે કેસ કરવાનો પ્રયાસ કર્યો છે જેની સુશાંત રાજપૂત કેસને લગતા ડ્રગના આરોપમાં ધરપકડ કરવા માં આવી છે.
28 વર્ષીય અભિનેત્રી રિયા ચક્રવર્તી સિવાય, આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાયેલા અન્ય લોકોમાં તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપૂતના બે કર્મચારી અને બોલીવુડ સાથે સંકળાયેલા કથિત ડ્રગ ડીલરો હતા.
એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રિયા ચક્રવર્તીની ત્રણ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં તેણે ડ્રગ્સની ખરીદીના મામલે સુશાંતની સહ-અભિનેત્રી સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નામ આપ્યુ છે.

આ પણ વાંચો -  વિશ્વમાં કોરોના: જર્મનીમાં લોકડાઉન 20 ડિસેમ્બર સુધી લંબાયું, 5 મે પછી એક દિવસમાં યુકેમાં સૌથી વધુ મોત

सुशांत केस: श्रद्धा, सारा और रकुलप्रीत को भेजा जा सकता है समन  - 1600679000
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના મુંબઈના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આત્મહત્યાની તપાસ શરૂ થતાં જ અભિનેતાના પરિવારે સુશાંતની મહિલા મિત્ર રિયા ચક્રવર્તી પર પૈસા માટે તેનુ શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. રિયા પર પરિવાર દ્વારા ડ્રગ્સ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here