સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપતા આ કેસ CBI ને પૂરી રીતે સોંપવામાં આવ્યો છે. પહેલા સુશાંતના પિતાએ બિહારમાં રીયા સામે કેસ દર્જ કરાવ્યો હતો. અને ત્યાર બાદ રીયાએ બિહારમાં દર્જ થયેલ કેસને મૂંબઈમાં ટ્રાન્સફર કરવાનો આગ્રહ કર્યો હતો.
બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની સિફારીશ ઉપર કેન્દ્ર સરકારે સુશાંતના કેસમાં જાંચ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. સીબીઆઇની એક ટિમ આવતી કાલે મુંબઈમાં પંહોચશે અને આગળની જાંચ થશે.
સુશાંત સિંહ રાજપૂતનો કેસ ગુજરાત કૈડરના આઇપીએસ મનોજ શશિધર નેતૃત્વ કરશે. ગુજરાત કૈડરની મહિલા આઈપીએસ ગગનદીપ ગંભીર પણ આ ટિમનો હિસ્સો રહશે જે દિલ્લી સીબીઆઇ મુખ્યાલયમાં કાર્યરત છે. જાંચ અધિકારી તરીકે અનિલ યાદવ છે.
આગળ શું થશે?
-સીબીઆઇ સૌથી પહેલા મુંબઈ અને બિહાર પોલીસ પાસે દસ્તાવેજ લેશે.
-મુંબઈ પોલીસએ અત્યાર સુધી 56 લોકોના બયાન દર્જ કર્યા હતા તેની રિપોર્ટ સીબીઆઇ લેશે એ સિવાય મુંબઈ પોલીસની કેસ ડાયરી, પોસ્ટમોટર્મ અને ફોરેન્સિક જાંચની રિપોર્ટની કોપી લેશે.
– મુંબઈ પોલીસના થોડા અધિકારીઓએ સાથે વાતચીત કરશે અને સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવાવાળા ડોક્ટર સાથે વાતચીત પણ કરશે. ઉપરાંત રીયા ચક્રવર્તી અને તેના પરિવાર સાથે પણ વાતચીત કરશે. 6 ઓગસ્ટના એ લોકકો સામે એફઆઈઆર દર્જ કરાવવામાં આવી હતી.
આ બધા સિવાય મહત્વની વાત એ છે કે સીબીઆઇની ટિમ સુશાંતના ફ્લેટ ઉપર જશે અને ત્યાં ફરી એ જ ક્રાઇમ સીન રીક્રિએટ કરશે. જો કે સુશાંતની મૃત્યુ પછી એ ફ્લેટ ખાલી કરી દેવામાં આવ્યો છે.
સુશાંતના નિધન વખતે જે લોકો એ તેને સૌથી પહેલા જેને જોયો હતો એનો બયાન પણ દર્જ થશે. દરેક મહત્વના લોકો સાથે વાતો કર્યા બાદ એ સાફ થશે કે કોઈને અરેસ્ટ કરવા કે નહીં.