સુશાંત સિંહ રાજપૂત કેસમાં રીયા ચક્રવર્તી ઉપર ડ્રગ્સ ડિલિંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ સુશાંતના પરિવારે રીયા ઉપર સુશાંતણને ડ્રગ્સ આપવાની વાત કહી હતી. પાછલા દિવસોમાં રીયા અને તેના મિત્ર વચ્ચેની એક વ્હોટ્સએપ ચેટ લોકો સામે આવી હતી. જેમાં રીયા ડ્રગ્સની લેણી-દેણીની વાતો કરી રહી હતી. પણ રીયાએ આ બધી વાતોને ખોટી ગણાવી છે.
રીયાની જે વ્હોટ્સએપ ચેટ સામે આવી છે એ મુજબ રીયા ડ્રગ ડીલર ગૌરવ આર્ય સાથે વાતચીત કરતી હતી. 8 માર્ચ 2017ના દિવસે રીયા એ ગૌરવને પૂછ્યું હતું કે શું એની પાસે MD ડ્રગ છે?
રીયા એ એક ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે એમને ક્યારેય કોઈ પણ પ્રકારના ડ્રગ્સ લીધા જ નથી . એ વાત સાબિત કરવા એ કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરાવવા તૈયાર છે.
રિયાની બીજી એક વ્હોટ્સ એપ ચેટ સામે આવી હતી જેમાં રીયા પૂછતી હતી કે , ‘ ચા, કોફી કે પાણીમાં 4 ટીપાં નાખી અને તેને પીવા દઈ દો અને અસર જોવા માટે 30 થી 40 મિનિટની રાહ જુઓ.’
આ ચેટ માટે રીયા એ હજુ કોઈ પણ સફાઈ આપી નથી એમને જણાવ્યુ કે , ‘હું આ વાતને લઈને કશું નહીં કહી શકું, હજુ જાંચ ચાલી રહી છે અને જે કર્યું છે એ તેને પોતાની જાતે કર્યું છે એમાં મારો કશો વાંક નથી.’
આગળ રીયા એ જણાવ્યુ કે, ‘ મારૂ દુર્ભાગ્ય એ છે કે કોઇની મૃત્યુ પછી મારે એના વિશે એ વાત જણાવી પડે છે પણ મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. હા , સુશાંત ગાંજો ફૂંકતા હતા અને રેગ્યુલર ફૂંકતા હતા. મને મળવા પહેલા પણ એ ગાંજો ફૂંકતા હતા. એમને ફિલ્મ કેદારનાથની શૂટિંગ પહેલાથી ગાંજો ફૂંકવાનો શરૂ કર્યો હતો.’ જણાવી દઈએ કે કેદારનાથ ફિલ્મ 2018માં રિલિજ થઈ હતી.
રિયાએ આગળ જણાવ્યુ કે, ‘ આ એક વસ્તુ માટે હું સુશાંતને હમેશા રોકતી હતી. પણ સુશાંત એનો નિર્ણય પોતે લેવાવાળા માણસ હતા અને એમાં તેને કોઈ રોકી શકતું નહતું. મે હમેંશા સુશાંતને ડ્રગ્સ લેવા માટે રોક્યો હતો. પણ એને જ્યારે ઈચ્છા થતી ત્યારે એ સ્મોક કરતો અને ઈચ્છા થતી ત્યારે એ મેડિટેશન કરતો. એને કોઈ રોકી શકતું નહતું.’