અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસને લઈને થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી પંહોચી હતી જેનો નિર્ણય આજે આવવાનો હતો. જેમાં સુપ્રીમ કોર્ટએ કહ્યું કે અભિનેતા સુશાંત સિંહના કેસની જાંચ પટનામાં નહીં પણ મૂંબઈમાં કરવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આગળની તારીખ હજુ આપી છે પણ સાથે જ બિહાર પોલીસને છૂટ પણ આપી છે કે તે હવે રીયા ચક્રવર્તી સાથે પૂછતાછ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી દરમિયાન બિહાર પોલીસે સીબીઆઇની જાંચ માટે માંગણી કરતાં કેન્દ્ર સરકારે એ માંગણીને સ્વીકારી છે. એ સમય દરમિયાન રીયા ચક્રવર્તિના વકીલે અભિનેત્રી માટે સુરક્ષાની માંગણી કરી હતી જેને કોર્ટે નામંજૂર કરી છે. સાથે જ કોર્ટનો આદેશ છે કે રીયા એ પોલીસ જાંચમાં પૂરો સહયોગ આપવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે બિહાર પોલીસ કોઈ પણ ડર રાખ્યા વિના રીયા ચક્રવર્તી સાથે પૂછતાછ કરી શકે છે. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે બધા પક્ષો ત્રણ દિવસની અંદર તમનો જવાબ હજાર કરર્ષે અને એક અઠવાડીયા પછી ફરી કોર્ટ કાર્યવાહી કરશે.
કોર્ટે કહ્યું કે રીયા ચક્રવર્તી અને સુશાંતના પિતા એ બંનેની વાતો સાંભળવામાં આવશે અને પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.