સુશાંત સિંહ રાજપુત એ આત્મહત્યા કરી કે તેમનું મૃત્યુ થયું છે એ વાત ને આજે 2 મહિના પૂરા થયા પણ હજુ કોઈ સાબિતી મળી નથી. એવામાં છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ વાતો સામે આવી રહી છે જે વાતનો પેલા ક્યારેય ઉલેખ્ખ પણ થયો નહતો. એવામાં સુશાંતના ડોક્ટરે કહ્યું કે તેમણે એ પર શંકા છે કે અભિનેતા સુશાંતએ આત્મહત્યા કરી હોય.
એક ચેનલ સાથે વાત કરતાં સુશાંતના ડોક્ટરે જણાવ્યુ હતું કે સુશાંત જે રીતે વિચારતા હતા, જે રીતે પોતાના ભવિષ્ય માટે સપના જોતાં હતા અને એ બધી વાતોને પોતાની ડાયરીમાં નોટ કરતાં હતા તો આવી રીતે જીવન જીવવા વાળો વ્યક્તિ આત્મહત્યા કરે એ વાત માનવામાં આવતી નથી.
ડાયરીમાં લખેલ વાતો પરથી સાબિત થાય છે કે તે ડિપ્રેશનમાં નહતા , તેઓ પોતાનું જીવન જીવવા માંગતા હતા. જો એમને આત્મહત્યા કરી હોય તો તેમની સાથે કોઈ મોટી ઘટના ઘટી હશે. જેને કારણે તેને બધા સપના છોડીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.’
સુશાંત સિંહના ના કેસમાં હજુ કોઈ નવો વળાંક આવ્યો નથી, રીયા ચક્રવર્તી એ માંગ કરી છે કે બિહારમાં દર્જ કરાયેલ કેસ મૂંબઈમાં ટ્રાન્સ્ફર થઈ જાય અને દરેક લોકો સુશાંત માટે CBI ઇક્વાયરીની માંગણી કરી રહ્યા છે સાથે જ સુશાંતના પરિવાર ને કોઈક ડરાવવાની કોશિશ કરી રહ્યું છે તેવું સુશાંતની બહેન નું કહેવું છે.