બોલિવુડના હોનહાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપણા વચ્ચે નથી રહ્યા. 14 જૂનના દિવસે સુશાંત નો શવ તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળ્યો હતો. આટલા દિવસો વીતી ગયા પણ હજુ સુધી લોકો એમને યાદ કરી રહ્યા છે અને તેમના મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે.
સુશાંતની લોકપ્રિયતાનું કારણ એમની મહેનત છે. સુશાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક આઉટસાઇડર હતા અને પોતાની મહેનતથી એ આ મુકામ ઉપર પંહોચ્યા હતા. તો ચાલો એમના વિશે તમને જણાવીએ. સુશાંત ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. દિલ્લી કોલેજ ઓફ એન્જીનિયરીંગમાં ભણતા હતા અને તેમને થોડી એક્સ્ટ્રા એક્ટિવિટી કરવી હતી એટલા માટે એમને એક ડાન્સ ગ્રૂપ જોઇન કર્યું હતું. એ બાદ તેમને દેશ-વિદેશમાં ઘણા શો કર્યા હતા.
ત્યાર બાદ તેમને થિયેટર જોઇન કર્યું અને પછી તેમને મુંબઈ તરફ પોતાનો રસ્તો લંબાવ્યો. સુશાંતએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે શરૂઆતમાં તેમને ઘણું સંઘર્ષ કર્યું હતું. એ પહેલા પહેલા તે છ લોકો સાથે એક રૂમમાં રહેતા હતા અને એ સમય દરમિયાન એમને એક નાટકના 250 રૂપિયા મળતા હતા. શરૂઆતના દિવસોમાં એમને બાળકોને ટ્યુશન ભણાવી અમે પૈસા કમાતો હતો. અને પૈસાથી તેમને એક બાઇક પણ ખરીદી હતી.
મૂંબઈમાં ઘણા સમય સુધી સંઘર્ષ બાદ 2008માં ટીવીમાં પહેલો બ્રેક મળ્યો હતો. બાલાજી ટેલિફિલ્મ્સના શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ મળ્યો હતો. એ પછી તેમને પાછું ફરીને જોયું નહતું અને આગળ જ વધતાં રહ્યા. ત્યાર બાદ એમને પવિત્ર રિશ્તા સિરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને દેશના દરેક ઘર-ઘરમાં જાણીતા બન્યા હતા.
ટીવી બાદ એ ફિલ્મો તરફ આગળ વધ્યા અને 2013માં એમને કઈ પો છે ફિલ્મ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ એમને ટોટલ 7 ફિલ્મો કરી. જેમાં 2016માં આવેલ એમ.એસ.ધોની થી સુશાંત બોલિવુડમાં છવાઈ ગયો હતો. ત્યાર બાદ 2018માં આવેલ તેમની ફિલ્મ છીછોરે 100 કરોડ ક્લ્બમાં એન્ટ્રી મેળવી હતી.