સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં દરરોજ નવા નવા નામ અને ખુલાસો સામે આવે છે. જેમ જેમ કેસની જાંચ વધુ ને વધુ રીતે ઊંડી થતી જાય છે એમ એમ સુશાંતના ખાસ મિત્રો નવા નવા અને ચોંકાવનાર ખુલાસાઓ કરતાં જાય છે. હાલમાં જ એક મુદ્દો ખૂબ જ ચર્ચિત થયો છે, સુશાંતના પોસ્ટમોર્ટમ વખતે રીયા ચક્રવર્તી 45 મિનિટ સુધી ત્યાં હાજર રહી હતી. અને આ મુદ્દાને લઈને કેન્દ્રિય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વિટ કર્યો છે. હવે એ દિવસે એટ્લે 14 જૂનના દિવસે કુપર હોસ્પીટલમાં હાજર વ્યક્તિ સાથે પૂછતાછ કરતાં નવી વાતો સામે આવી છે અને કહેવામા આવે છે કે સંદીપ સિંહ કે સુશાંત સાથે રહેતા હતા એમના ઉપર ઘણા સવાલો પેદા કરે છે.
હાલ જ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને ફિલ્મ મેકર સુરજીત રાઠોરએ જણાવ્યુ કે 15 જૂનના દિવસે જે કઈ પણ થયું એ તેને આશ્ચર્યમાં મૂકે છે. એમને જણાવ્યુ હતું કે, ‘હું લગભગ 11 વાગ્યે હોસ્પિટલ પંહોચ્યો હતો, લગભગ 11:30 વાગ્યે સંદીપ સીએની ત્યાં આવ્યો અને તેને જણાવ્યુ કે સુશાંતની ગર્લફ્રેંડ રીયા ચક્રવર્તીને તેના અંતિમ દર્શન કરવા છે. મે પોલીસ વાળાઓ સાથે વાત કરી અને એને અમને સુશાંતનો ચહેરો જોવા માટે અનુમતિ આપી. અમે મુર્દાઘરમાં પંહોચ્યા અને જેવી સુશાંતના ચહેરા ઉપરથી ચાદર હટાવવામાં આવી ત્યાં રીયા તેની છાતી ઉપર હાથ રાખીને બોલી પડી, ‘સોરી બાબુ..’ અને અમે લોકો 5-7 મિનિટ સુધી અંદર રહ્યા.
આગળ સુરજીતે કહ્યું કે જ્યારે રીયા એ સુશાંતનો શવ જોઈને સોરી કહ્યું એ સાંભળીને હું થોડો ચોંકી ગયો હતો. અને મારા મનમાં સવાલ ઉઠ્યો કે અંતે કઈ વાત માટે રીયા સુશાંત પાસે માફી માંગે છે. ત્યાં જ બહાર રિયાનો ભાઈ અને મા પણ પણ આવ્યા હતા અને તેમને પણ સુશાંતનો ચહેરો જોવો હતો પણ તેમને મંજૂરી આપવામાં આવી નહીં.
સુરજીતના કહ્યા મુજબ રીયા લગભગ 2 કલાક સુધી હોસ્પીટલમાં રહી હતી. હોસ્પિટલની બહાર મીડિયાનો મેળાવળો હતો એટ્લે એ પાછલા દરવાજથી અંદર આવ્યા હતા. થોડા સમય બાદ સંદીપના કહેવા પર સુરજીતને પોલીસ દ્વારા હોસ્પિટલમાંથી બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું, પણ રીયા હજુ સુધી અંદર જ હતી.
એ સિવાય સુરજીતે જણાવ્યુ કે જ્યારે સુશાંતના મૃતદેહ ને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને કુપર હોસ્પિટલની બહાર પંહોચ્યા હતા ત્યારે સંદીપએ પોલીસ ઓફિસર સામે થબ્સ અપ નો ઈશારો પણ કર્યો હતો. સુરજીત અનુસાર સંદીપનો સુશાંતની મૃત્યુ પાછળ હાથ છે.