સુશાંત ના પરિવાર ના વકીલ બોલ્યા : ડ્રગ્સના કેસમાં તપાસ ચાલુ છે, મૃત્યુ બાબત નુ નિરાકરણ ક્યારે આવશે

0

સુશાંત સિંહ રાજપૂત નુ મોત આત્મહત્યા હતી કે હત્યા, આ સવાલ એવો છે ક જેનો જવાબ દરેક લોકો જાણવા માંગે છે. લગભગ એક મહિનાથી આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ હજી સુધી સુશાંતના મોતથી સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. તે દરમ્યાન સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યુ છે કે અભિનેતાના પરિવારને લાગે છે કે તપાસ કોઈ અલગ દિશામાં જઇ રહી છે. ડ્રગ્સના બાબત માં તમામ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.

વિકાસસિંહે સીબીઆઈને પૂછ્યુ કે તેમની ટીમ સાત દિવસથી એઈમ્સની ટીમને કેમ મળી નથી? જે સુશાંતનો મુદ્દો હતો, તેના પર યોગ્ય પ્રયાસો થઈ રહ્યા નથી. તેમણે કહ્યુ કે એઈમ્સના ડોક્ટરે મને કહ્યું કે સુશાંતનું ગળુ દબાવીને મોત થયુ હતુ. આજે અમે લાચારી અનુભવીએ છીએ. અમને ખબર નથી કે કેસ કઈ દિશામાં ચાલે છે. આજની તારીખમાં, સીબીઆઈએ પ્રેસને પણ કહ્યું નથી કે તેમને જે મળ્યું છે. હું કેસની ગતિથી ખુશ નથી.

આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

વિકાસસિંહે ટ્વિટ કરીને કહ્યુ છે કે, સીબીઆઈ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા ને મર્ડર માં બદલાવવા માં મોડુ કરી રહી છે અને તેનાથી હતાશા વધી રહી છે. એઈમ્સની ટીમના ડોકટરે મને ઘણા સમય પહેલા કહ્યુ હતુ કે મેં તેમને જે તસવીરો મોકલી છે તેમાંથી 200 ટકા સ્પષ્ટ છે કે સુશાંતનું મોત આત્મહત્યા નથી પરંતુ તેનુ ગળુ દબાવી દેવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ- ‘હું એમ નથી કહેતો કે તે હત્યા છે પરંતુ જો તે ખરેખર હત્યા છે અને સીબીઆઈ એઈમ્સની ટીમ સાથે વાત કરે તો કદાચ ઇન્વેસ્ટિગેશન ની દિશા બદલાઈ હોત’.

આ ટ્વિટને રીટવીટ કરતા સુશાંતની બહેન શ્વેતા સિંઘ કીર્તિએ લખ્યુ છે – અમે ઘણા દિવસોથી ધૈર્ય રાખીયે છીએ. છેવટે, સત્ય પ્રગટ થવામાં કેટલો સમય લાગશે?

મૂળ બિહારનો વતની સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઇ સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તારણ અનુસાર, તેની મોતનુ કારણ આત્મહત્યા હોવાનુ જણાવાયુ હતુ, અને એવો અહેવાલ છે કે સુશાંતસિંહ રાજપૂત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો.

આ પણ વાંચો -  લાઇવ: કોરોના રસી માટે મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here