તાઇવાને ચીન ને ઉશ્કેર્યુ, કહ્યુ – ‘ભાડ માં જાઓ’, અમે ભારત ને મિત્ર માનીએ છીએ

0

ભારત સાથેની પૂર્વ સરહદ પર તણાવ કરી રહેલુ ચીન ઘણા સમયથી તાઇવાન પર દાવાઓ કરી રહ્યુ છે. તે તાઇવાન સાથેના સંબંધો રાખવા બાબતે અન્ય દેશોને પણ ધમકી આપે છે. આમ હોવા છતા, તાઇવાન સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાઇવાને ફરી એકવાર ચીનને આ બાબતે ઉશ્કેર્યુ છે.

10 ઓક્ટોબર એટલે કે આજે તાઇવાનનો રાષ્ટ્રીય દિવસ છે. ભારતીયો નો તેમાં ભાગ લેવા બદલ તેમનો આભાર માનતી વખતે, તાઇવાનના વિદેશ મંત્રાલયે ફરી એકવાર ચીન તરફ ઈશારો કર્યો છે – કહ્યુ ભાડ માં જાઓ.

Letter to the Editor: Ladakh venture is China's test of its plan to encircle India | Taiwan News  - 1592646664 5eeddc08c5a42

તાઇવાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે ટ્વીટ કર્યુ છે કે ભારતના ઘણા મિત્રો તાઇવાન રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જોડાવા માટે તૈયાર છે. આ અદભુત સમર્થન થી તાઇવાન તમારો હૃદય થી આભાર માને છે. વિદેશ મંત્રાલયે પણ ભારતનો આભાર માન્યો છે. તેણે કહ્યુ કે જ્યારે આપણે કહીએ છીએ કે અમને ભારત ગમે છે, ત્યારે આપણે તેને અમારા મિત્ર માનીએ છીએ. તેનો અર્થ એ કે આપણે ચીનને કહીએ છીએ – ‘ગેટ લોસ્ટ’

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે ભારતમાં ચીની દૂતાવાસે ભારતીય મીડિયાને કાર્યક્રમથી દૂર રહેવા કહ્યુ હતુ, ત્યારે તાઇવાનએ ચીનને યોગ્ય જવાબ આપ્યો હતો. આજે તાઇવાનનો રાષ્ટ્રીય દિવસ છે. ચીન તેને પોતાનો હિસ્સો માને છે અને ઇચ્છે છે કે આખુ વિશ્વ તેને તેમનો હિસ્સો માની લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here