દર્શકો પાસેથી સારા પ્રતિસાદ ની આશા હોય તો પહેલા સારી ક્વોલીટી નુ મેકીંગ કરીને આપવુ પડશે : No Budget Films

0

નો બજેટ ફિલ્મ્સ હાલ અનલોકમાં દર્શકો માટે નવો ફ્રેશ ગુજરાતી કન્ટેન્ટ બનાવી રહી છે. જેથી લોકોને કંઈક નવું જોવા મળે. નો બજેટ ફિલ્મ્સની ટિમ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે હાલમાં જ લોકડાઉન પત્યું છે અને લોકો ખૂબ સ્ટ્રેસમાં જીવન વિતાવી રહ્યાં છે. ત્યારે મનોરંજન દ્વારા અમે લોકોનો સ્ટ્રેસ દૂર કરવા માંગીએ છીએ. અને લોકોને ફ્રેશ ગુજરાતી કન્ટેન્ટ પીરસવા માંગીએ છીએ. હાલમાં અમે આ દરેક વિડીયો યુટ્યુબ પર અપલોડ કરી રહ્યાં છીએ. અને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

- DSC03945 300x169

હાલ આ ટિમમાં 6 વ્યક્તિઓ છે. અંકિત સખિયા, દુષ્યંત વ્યાસ, અજય પાદરિયા, શુભમ ગજ્જર, યતિન શીંગળા અને નિર્મલ ડોબરીયા છે. આ યુવાનો યુવા પેઢીને નવા કન્ટેન્ટ દ્વારા મનોરંજન કરાવા માંગે છે.

નો બજેટ ફિલ્મ્સ સાથે વાતચીત કરતાં તે જણાવે છે કે 2017માં અમે ‘નો બજેટ ફિલ્મ્સ’ ની શરૂઆત કરી હતી. અને પહેલા અમે શોર્ટ ફિલ્મ બનાવતા અને હાલમાં જ એક વેબસિરિઝ પણ બનાવી. જે આવનારા સમયમાં રિલીઝ થશે. ત્યારબાદ અમે લોકડાઉનમાં શૂટિંગ બંધ હોવાથી નક્કી કર્યું કે અમે યુટ્યુબમાં કોમેડી વિડીયો બનાવી કંઈક નવું આપવાનો પ્રયાસ કરીએ. અને લોકોને આ કન્ટેન્ટ પસંદ પડી રહ્યો છે.

- IMG 20200806 175452 300x244

ગુજરાતી વેબ-કંટેન્ટ વિશે વધુ જણાવતા ‘નો બજેટ ફિલ્મ્સ’ કહે છે કે, “ગુજરાતી મેકર્સને હંમેશા ફરીયાદ રહી છે કે લોકો હિંદી કંટેન્ટને જોવુ જેટલુ પસંદ કરે છે. એટલુ ગુજરાતી કંટેન્ટ નથી જોતા. એ વિષય પર વાત કરીએ તો ગુજરાતી કંટેન્ટનું મેકીંગ હજુ હિન્દી કંટેન્ટ કરતા ધણું પાછળ છે. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ગુજરાતી વેબ કંટેન્ટ મેકીંગ ને એક અલગ દિશા આપીએ. એવી સારી ગુણવત્તા વાળું મેકીંગ કરીએ કે લોકો ને હિન્દી કંટેન્ટ જેટલી જ મજા આવે. જો મહેનત કરીને સારુ મેકીંગ કરીએ તો તે સ્ક્રીન પર અનુભવી જ શકાય અને લોકો ને પસંદ પડે જ.”

- IMG 20200806 175523 300x247

નો બજેટ ફિલ્મ્સ અગાઉ પણ ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકી છે. જેમની શોર્ટ ફિલ્મ “ટિફિન” લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ઉપરાંત તેમણે ‘અર્થ’ અને ‘દોસ્તાર’ જેવી શોર્ટ ફિલ્મ પણ બનાવેલી છે. નો બજેટ ફિલ્મ્સની સમગ્ર ટીમે ઘણી સારી ગુજરાતી ફિલ્મો માટે પણ કામ કર્યું છે.

- DSC04955 Original 300x169

આ પ્રોડક્શન હાઉસની આવનારા સમયમાં એક સરસ મજાની વેબસિરિઝ “પહેલા ગુલઝાર” પણ આવી રહી છે. જે વેબસિરિઝ ચાર ભાષામાં રિલીઝ થવાની છે. આવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર જોવા મળશે. અને આ વેબસિરિઝ દ્વારા ગુજરાતી કન્ટેન્ટને એક નવો વેગ મળશે.

હાલમાં જ ‘નો બજેટ ફિલ્મસ’ અને જય વ્યાસ પ્રોડક્શન સાથે એક વેબ-ફિલ્મ બનાવી રહી છે. જે દર્શકો માટે એક નવો જ અનુભવ રહેશે. જેમા ગુજરાતી કન્ટેન્ટને એક નવી રીતે રજૂ થઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here