કાલથી રાજ્યમાં કોઈ પણ માસ્ક વિના નિકડશે તો વસૂલાશે 1000 રૂપિયાનો દંડ- આજે ગુજરાત સરકારે બહાર પાડયો નિયમ

0

આજે ગુજરાત સરકારે કોરોનાના વધતાં કહેરને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો બહાર પડ્યા છે. ગુજરાત રાજ્યની હાઈકોર્ટે આજે સવારે આપલે ચુકાદા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્દેશ જાહેર કર્યો છે.  આવતી કાલથી એટ્લે કે 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસે 500 રૂપિયાની બદલે 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

- 77161408

તહેવારો આવી રહ્યા છે એટલા માટે લોકોને બહાર નીકળી અને ભીડ ન કરવી એવી પણ રૂપાણી સરકારે અપીલ કરી છે. જન્માષ્ટમીના દિવસે લોકોએ ઘરમાં જ રહી અને કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવા માટે કહ્યું છે.

- 20200404120L 1590941826203 1595920133391

કોરોના વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખ્યા વિના લોકો ખુલ્લે આમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના અને માસ્કનો ઉપયોગ કર્યા વિના ખુલ્લેઆમ જાહેરમાં ફરે છે અને ભીડ એકઠી કરે છે. એ વાતને ધ્યાનમાં રાખીને 24 જુલાઇએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આજે હાઈકોર્ટે માસ્ક ન પહેનાર વ્યક્તિઓ પાસે 1000 રૂપિયાનો દંડ વસૂલવા માટે સરકારને આદેશ આપ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here