વૃદ્ધ દંપતીના ચહેરા પર સ્મિત પાછુ આવ્યુ, ‘બાબા કા ધાબા’ પર લાંબી લાઈન, સોશિયલ મીડિયા પાવર આ સ્મિત નુ કારણ….

0

બુધવારે એક વૃદ્ધ દંપતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં એક વૃદ્ધ દંપતીએ જણાવ્યુ હતુ કે તેઓ માલવીયા નગરમાં ઢાબો ચલાવે છે. પરંતુ કામના અભાવે વૃદ્ધ દંપતી રડી પડ્યા. વૃદ્ધના આંસુ જોઇને લોકો દિલથી ભરાયા હતા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર બાબાના ધાબા સુધી પહોંચવા વિનંતી કરી હતી. જેની અસર ગુરુવારે જોવા મળી હતી. બાબાના સમર્થનમાં મોટી સંખ્યામાં દિલ્હીના લોકો ઢાબા પર પહોંચ્યા હતા. આને કારણે હવે વૃદ્ધ દંપતીનું સ્મિત ફરી વળ્યુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતી પણ બાબાના ધાબા પહોંચ્યા હતા. તેમણે વૃદ્ધ દંપતીને ખાતરી આપી હતી કે સરકાર તેમની સંભાળ લેશે.

બોલીવુડ અભિનેતા રણદીપ હૂડાએ પણ વીડિયો શેર કરતા કહ્યુ હતુ કે જો તમે દિલ્હીમાં હોવ તો ચોક્કસ બાબાના ધાબા પર જાવ અને તેમનુ મનોબળ વધારો.

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને પણ આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યુ હતુ કે જો તમે અહીં જશો તો તમારી ત્યાંની તસવીર મારી સાથે શેર કરો. હું તમારા ચિત્રને સંદેશ સાથે પોસ્ટ કરીશ.

‘બાબા કા ઢાબા’ ચલાવતા વૃદ્ધ દંપતી કોણ છે?

‘બાબા કા ઢાબા’ ચલાવતા વડીલ કાંતા પ્રસાદ છે અને પત્નીનુ નામ બદામી દેવી છે. વૃદ્ધ દંપતી વર્ષોથી માલવીયા નગરમાં પોતાની એક નાની દુકાન ચલાવે છે. કાંતા પ્રસાદે જણાવ્યુ કે તેમને બે પુત્રો અને એક પુત્રી છે. પરંતુ ત્રણેયમાંથી કોઈ પણ તેમને મદદ કરતુ નથી. તેઓ તમામ કામ જાતે કરે છે અને એકલા ઢાબો પણ ચલાવે છે.

કાંતા પ્રસાદ અને તેની પત્ની મળીને બધા કામ કરે છે. કાંતા પ્રસાદ સવારે 6 વાગ્યે આવે છે અને 9 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ખોરાક તૈયાર કરે છે. લોકડાઉન થયા પહેલા તેમનુ કાર્ય સારુ ચાલી રહ્યુ હતુ. પરંતુ લોકડાઉન થયા બાદ તેઓ ખુબજ મુશ્કેલી માં આવી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here