સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી

0

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણેય કૃષિ બિલને મંજૂરી આપી હતી. આ બીલોનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂત તેનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, વિપક્ષ પણ આ બીલો પર કેન્દ્રને નિશાન બનાવી રહ્યા છે.

આ વખતે કોરોના સંકટ વચ્ચે સંસદના ચોમાસા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારનુ કહેવુ છે કે આ બીલ દેશના ખેડુતોને આત્મનિર્ભર બનાવશે અને તેનાથી તેમની સ્થિતિમાં સુધારો થશે. તે જ સમયે, વિપક્ષે કહ્યુ છે કે આ બિલ નાના ખેડુતોને મોટા ઉદ્યોગપતિઓના ગુલામ બનાવશે.

બીલ ને કારણે અકાલી દળ એનડીએથી અલગ થઈ ગયુ

આ બીલોના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં થી હરસિમરત કૌરના રાજીનામા બાદ શિરોમણી અકાલી દળે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ (એનડીએ) સાથેના સંબંધો તોડી નાખ્યા છે. લોકસભા માં કૃષિ બીલ ની રજૂઆત થઈ ત્યારથી અકાલી દળ સતત ખેડૂતો અને વિરોધીઓના નિશાના પર હતુ.

બીલ ખેડુતોને સત્તા આપે છે: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પણ આ બીલો પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ બિલ રજૂ થયા બાદ હવે ખેડૂતોને પોતાનાં ફળો અને શાકભાજી ક્યાંય પણ, કોઈપણ ને વહેંચવા ની શક્તિ મળી ગઈ છે.

તેમણે કહ્યુ, મને આવા ઘણા ખેડુતોના પત્રો મળે છે, હું ખેડૂત સંગઠનો સાથે વાત કરુ છું, જે દર્શાવે છે કે ખેતીમાં નવા પરિમાણો કેવી રીતે ઉમેરવામાં આવી રહ્યા છે, ખેતી કેવી બદલાઈ રહી છે. કોરોના ના આ મુશ્કેલ સમયમાં પણ આપણા દેશના કૃષિ ક્ષેત્રે ફરી પોતાની શક્તિ બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here