‘માવતરે કોઈ દુખ નહતુ…. બસ દિલ કરાચી માં દીકરા અનેપતિ પાસે હતુ’ એક પાકિસ્તાની મા…..

0

કોરોના ને કારણે દેશ માં ઘણા રાજ્યો માં ફસાયેલા 198 પાકિસ્તાની નાગરિક રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય અટારી સડક સીમા થી પોતાના વતન રવાના થયા. તેમાં ભારતીય મૂળ ની પાકિસ્તાન માં વિવાહિત ઘણી મહિલાઓ પણ શામેલ હતી.

અટારી સીમા ના અધિકારી અરુણપાલ સિંહ ના કહ્યા પ્રમાણે બપોર સુધી 60 થી વધુ પાકિસ્તાની સીમા પાર કરી ચૂક્યા હતા. અટારી સીમા સ્થિત આઇપીસી માં દરેક પાકિસ્તાની નાગરિક નો કોરોના ટેસ્ટ કરાયો. કસ્ટમ અને ઇમિગ્રેસન અધિકારીઓએ દસ્તાવેજ અને સમાન ની ચકાસણી કરી.

પાકિસ્તાન ફરી રહેલ સલમા ચૌધરી એ જણાવ્યુ કે સાત મહિના બાદ તે પોતાના ઘરે જઈ રહી છે. ઘરે તેનો સાત વર્ષ નો દીકરો અને પતિ રાહ જોઈ રહ્યા છે. સહારનપુર ની રહેવા વાળી સલમા ના વિવાહ નવ વર્ષ પહેલા કરાચી માં થયા હતા. લોકડાઉન થયા ના 15 દિવસ પહેલા તે પોતાના માવતર સહારનપુર આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલય નો આભાર કે જેમણે કોરોના દરમ્યાન દીકરીઓ ને પોતાના સાસરે જવા મંજૂરી આપી. સલમા ને માવતરે કોઈ તકલીફ નહતી પરંતુ સાત વર્ષ ના દીકરા ની યાદ રડાવી દેતી હતી. પરંતુ દીકરો અને પતિ જ્યારે ફોન કરીને પૂછતા કે ક્યારે ઘરે આવસો ત્યારે આંસુ રોકવા મુશ્કેલ થઈ જતા.

હિંદુસ્તાન મારી જન્મભૂમિ , પાકિસ્તાન મારુ સાસરુ
શગુફ્તા એ જણાવ્યુ કે તે પોતાની બીમાર માતા ને મળવા માવતર આવી હતી. તેના ત્રણ દિવસ બાદ લોકડાઉન લાગુ પડી ગયુ હતુ. પરિવાર પાકિસ્તાન છે. અટારી પહોચી ગઈ છું , હવે જલ્દી દીકરા પાસે પહોંચી જઇસ , તે વિચારી ને જ સરહદ ની પેલે પાર ઉભેલા પતિ અને બાળક તરફ પગ જલ્દી આગળ વધી જાય છે. શગુફ્તા પ્રમાણે બંને દેશો સારા છે , હિંદુસ્તાન માં પેદા થઈ એટલે આ દેશ પ્રિય છે. પાકિસ્તાન પતિ નુ ઘર છે તેથી દિલ ની નજીક છે. બંને દેશો ની સરકાર નો આભાર , જેમણે પાકિસ્તાની નાગરિકો ને તેના ઘરે જવાનો પ્રબંધ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here