કોરોના વાઇરસ કેમ છે આટલો ઘાતક- શું છે તેની પાછળનું કારણ, વાંચો હમણાં જ

0

દુનિયાભરમાં કોરોનાના વધતાં સંક્રમણને કારણે લોકો ચિંતિત બન્યા છે પણ એક રાહતની વાત એ છે કે આ વાઇરસ માટે વેક્સિન બનવાનું કામ ખૂબ જડપી રીતે આગળ વધી રહ્યું છે. એવી  આશા રાખવામાં આવે છે થોડા સમયમાં દરેક લોકો પાસે એની વેક્સિન પંહોચી જશે. કોરોના વાઇરસ આવ્યા પહેલા દુનિયામાં બીજજા ઘણા વાઇરસ આવી ચૂક્યા હતા પણ આ વાઇરસ જેટલો ખતરનાખ અને ઘાતક વાઇરસ બીજો કોઈ નથી બન્યો. એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ આ વાઇરસનું આટલું ઘાતક હોવાની પાછળનું કારણ શોધયું છે.

કોરોના વાઇરસનું માણસના શરીરમાં ઘાતક હોવાનું નવું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વૈજ્ઞાનિકો અને શોધકર્તા અનુસાર સ્પાઇક પ્રોટીન પાસે એક વિશેષ ક્ષેત્ર હોય છે, જે વાઇરસના પ્રોટીનને તાકાતવર બનાવી દે છે જેથી એ માણસના શરીરની કોશિકાઓથી જોડાઈને રહે છે.

અત્યાર સુધી વૈજ્ઞાનિકો એમ જ માનતા હતા કે કોરોના વાઇરસનું ઘાતક હોવાનું કારણ ફક્ત એની બહારની સંરચના છે અને તેના બહારના ખૂંચતો ભાગ જ સ્પાઇક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. શોધમાં ખબર પડી છે કે સ્પાઇક પ્રોટીનના 10 નેનોમીટર થી દૂર એક વિશેષ ક્ષેત્ર હોય છે જેને ‘પોજીટીવલી ચાર્જ્ડ સાઇટ’ નામ આપવામાં આવ્યું છે.

આ ભાગ માણસના શરીરની કોશિકાઓને જકડી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે. જો એ ક્ષેત્રને બ્લોક કરી દેવામાં આવે તો સ્પાઇક પ્રોટીનની શક્તિ ઘટી જાય છે. અને વાઇરસની અસરને ફેલાવતા અટકાવી શકાય છે.

Coronavirus  - coronaindia 1591704750

 

શોધમાં એ પણ ખબર પડી છે કે અત્યાર સુધી જે કોઈ પણ ઉપાય શોધવામાં આવ્યા છે એ લગભગ બધા સ્પાઇક પ્રોટીન અને પોજીટીવલી ચાર્જ્ડ સાઇટથી જોડાયેલ છે. આ વાતોને ધ્યાનમાં રાખીને જ સંકર્મિત દર્દીઓનો ઈલાજ થાય છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here