બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસએ કોરોના વાઇરસના ત્રણ લક્ષણો જણાવ્યા છે. આ લક્ષણો જો તમારામાં હોય તો તમે સચેત થઈ જજો અને તમારું વધુ ધ્યાન રાખવા લાગજો. સાથે જ ડોક્ટરની સલાહ પણ લેજો. તો ચાલો જાણીએ ક્યાં છે એ ત્રણ લક્ષણો.
જો તમને લગાતાર ઉધરસ આવતી હોય તો તમને કોરોના હોવાની સંભાવના છે. જો તમને એક કલાક કે તેથી વધુ સમય માટે સતત ઉધરસ આવે રાખતી હોય અને આવું તમને છેલ્લી 24 કલાકમાં 2-3 વખત થતું હોય તો એ ચિંતાની વાત છે. તમારે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
તાવ- આ વાઇરસને કારણે શરીરનું તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી શકે છે જેને કારણે વ્યક્તિનું શરીર ગરમ થઈ જાય છે અને ઠંડી પાડવા લાગે છે. જો તમે આવા કોઈ લક્ષણ ધરાવતા હોઉ તું તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.
સુગંધ અને સ્વાદમાં ખબર ન પડવી. વિશેષજ્ઞોનું કહવું છે કે તાવ અને ઉધરસ એ મહત્વના લક્ષણો છે એને નજર અંદાજ ન કરવા જોઈએ. પણ એવા માં તમને આ સુગંધ અને સ્વાદમાં ખબર ન પડવી જો એવો કોઈ લક્ષણ જોવા મળે ડોક્ટરની સલાહ લો અને તમે તમને જ ઘરમાં સેલ્ફ આઇસોલેટ કરી દો. તમે બીજાને સંક્રમણથી બચાવી લો.
અમેરિકી સેંટ્ર્સ કોર ડીજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઠંડી લાગવી, ધ્રુજારી આવી, શરીમાં દુખાવો, ઉધરસ અને સ્વાદવિહીન મોઢું થવા જેવા કોઈ પણ લક્ષણ જોવા મળે તો તમને કોરોના હોય શકે છે.
એવું માનવમાં આવે છે કે લક્ષણ પાંચ દિવસ પછી જ તેના લક્ષણ દેખાડવાનું શરૂ કરે છે. પણ ઘણા ને એનાથી ઓછા સમયમાં પણ લક્ષણ દેખાવવા લાગે છે.
WHOને મુજબ વાઇરસ શરીરમાં પંહોચવામાં અને તેના લક્ષણ બતાવવામાં 14 દિવસ લઈ શકે છે. એટ્લે કે વાઇરસ 14 દિવસ સુધી એક માનવીના શરીરમાં જીવી શકે છે.