તમે ક્યારેય એક લાખ રૂપિયાની ચલણી નોટ વિશે સાંભળ્યુ છે? ના, પણ દુનિયામાં એક એવો દેશ છે જે એક લાખ રૂપિયાની નોટ જારી કરવા જઇ રહ્યો છે. ઠીક છે, સામાન્ય રીતે એક લાખ રૂપિયા ઘણા છે, ખાસ કરીને ભારતમાં. અહીં, એક માણસ આવા રૂપિયામાં ઘણી બધી ચીજો ખરીદી શકે છે, તે લગભગ આખા વર્ષ માટે રાશન અને શાકભાજી ખરીદી શકે છે, પરંતુ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તે દેશમાં એક લાખ રૂપિયાની કાંઇ કિંમત નથી. તેમાંથી માત્ર બે કિલો બટાટા મળશે. ત્યાંની પરિસ્થિતિ એ છે કે લોકો ફક્ત એક કપ ચા અથવા કોફી પીવા માટે પૈસા ની બેગ ભરી લઈ જાય છે, ત્યારે તેને એક કપ ચા કે કોફી મળે છે.
આ દેશનું નામ વેનેઝુએલા છે. તે દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત એક દેશ છે, તેની રાજધાની કારાકાસ છે. એક સમયે વેનેઝુએલા એ વિશ્વના સૌથી ધનિક દેશોમાં એક હતો અને તે તેલના વિશાળ ભંડારને કારણે હતું. તે વિશ્વના તેલના નિકાસ કરનારાઓમાંનો એક દેશ હતો, પરંતુ આજે આ દેશ એક ભારે તાણમાંથી પસાર થઈ રહ્યો છે. ચલણનો ભાવ અહીંના કચરા સમાન થઈ ગયો છે અને ફુગાવો હજારો ગણો વધ્યો છે.
વર્ષ 2018 માં વેનેઝુએલામાં ફુગાવો એટલો હતો કે એક કપ કોફીની કિંમત 25 લાખ બોલીવાર (વેનેઝુએલા નુ ચલણ) હતુ અને એક કિલો ટમેટાની કિંમત 50 લાખ બોલીવાર હતી. લોકો કોઈપણ માલ માટે રોકડમાં પૈસા પણ આપી શકતા ન હતા. પરિસ્થિતિ હજુ પણ સમાન છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ હવે વેનેઝુએલામાં નોટોની અછત ઉભી થઈ છે, જેના કારણે તે નોટ છાપવા માટે કાગળની માંગ પણ કરી રહ્યો છે. અહીંની સરકારે એક ઇટાલિયન કંપની પાસેથી 71 ટન સુરક્ષા પેપર ખરીદ્યો છે અને એક લાખ બોલીવર નોટ ઇસ્યુ કરવાની તૈયારી કરી રહી છે. આ દેશમાં એક લાખ બોલિવરોની કિંમત ફક્ત 0.23 ડોલર એટલે કે આશરે 17 રૂપિયા હશે.
આ દેશમાં લોકોની ભૂખમરા જેવી હાલત છે. એક અહેવાલ મુજબ, અહીંના લોકો કહે છે કે વેનેઝુએલામાં ફુગાવો એટલી હદે વધી ગયો છે કે જો માણસ આખો મહિનો કામ કરે તો પણ તે પોતાની આવક થી 2-3 દિવસથી વધુ ખાઈ શકે નહીં. આ કારણોસર ઘણા લોકો વેનેઝુએલા છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે.