બીગ બોસ ૧૩ ના આ સ્પર્ધક છે ઝરીન ખાનના ફેવરેટ, જાણો કોણ છે….

0
14

બીગ બોસ ૧૩ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકની એન્ટ્રી બાદ શોની ટીઆરપીમાં સુધારો જોવા મળ્યો આવ્યો છે. શોમાં આ દિવસોમાં જોવા મળનાર મનોરંજન ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. બીગ બોસ શોની ફેન માત્ર સામાન્ય જનતા જ નથી, પરંતુ ઘણા સેલેબ્સ પણ આ શોને નજીકથી ફોલો કરે છે. હવે બીગ બોસની ફેન લીસ્ટમાં બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઝરીન ખાને ચાહકોથી વાત કરી હતી. આ દરમિયાન ઝરીન ખાનના એક ફેને તેમને બીગ બોસ ૧૩ તેમના ફેવરેટ સ્પર્ધક વિશે પૂછ્યું હતું. તેના પર ઝરીન ખાને જણાવ્યું છે કે, તેમને સીઝન ૧૩ માં સિદ્ધાર્થ શુક્લા સૌથી વધુ પસંદ છે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પણ ચાહકો સિદ્ધાર્થ શુક્લાને ખુબ સપોર્ટ કરી રહ્યા છે. ઘણા લોકો સિદ્ધાર્થ શુક્લાને સીઝન ૧૩ જીતવાના દાવેદાર પણ કહી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે, સિદ્ધાર્થ શુક્લા આ સીઝનના સૌથી સ્ટ્રોન્ગ સ્પર્ધક છે. એટલા માટે ઘરના મોટા ભાગના લોકો તેમને ટાર્ગેટ કરે છે જેથી તે પણ લાઇમલાઇટમાં આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here