ચીની કંપની બાઈટડાન્સ અમેરિકા માં મોબાઈલ એપ ટિકટોક ના પરિચાલન નો માલિકાના અધિકાર માઈક્રોસોફ્ટ ને નહીં વહેંચે. માઈક્રોસોફ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. માઈક્રોસોફ્ટ એ કહ્યુકે બાઈટડાન્સ એ ટિકટોક ને ખરીદવાના મામલે તેઓનો પ્રસ્તાવ નકારી કાઢ્યો છે.
વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે ટિકટોક એક કૂટનીતિ વિવાદ નુ કેન્દ્ર રહ્યુ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકીઓ ને ટિકટોક સાથે વ્યાપાર કરવાથી રોકવા માટે એક સમય સીમા આપી છે. તેની પાછળ નુ મુખ્ય કારણ એ છે કે ટિકટોક પોતાની માલિકી એક અમેરિકન કંપની ને વહેંચી દે.
ટ્રમ્પ નો દાવો છે કે ટિકટોક નો ઉપયોગ ચીન દ્વારા સંઘીય કર્મચારીઓ ના લોકેશન ટ્રેક કરવા, બ્લેકમેલ કરવા માટે લોકો પર ડોજિયર બનાવવા અને કોર્પોરેટ જાસૂસી કરવા માટે કરવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બાઈટડાન્સ ને અમેરિકા માં ટિકટોક ના સંચાલન માટે 15 સપ્ટેમ્બર સુધી હિસ્સેદારી વહેંચવા માટે સમય આપ્યો હતો.
ટિકટોક ના મલિક નો ઉલ્લેખ કરતા માઇક્રોસોફ્ટએ કહ્યુ, બાઈટડાન્સ એ આજે અમને જણાવ્યુ કે તેઓ ટિકટોક અમેરિકી સંચાલિત માઈક્રોસોફ્ટ ને નહીં વહેંચે. અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય સુરક્ષા હિતો નુ રક્ષણ કરતા અમારો પ્રસ્તાવ ટિકટોક ઉપયોગકર્તાઓ માટે સારો થશે.
ટ્રમ્પ ના કાર્યકારી આદેશ બાદ, માઈક્રોસોફ્ટ અને ઓરેકલ ટિકટોક ની માલિકી ખરીદવા માટે સંભવિત ઉમેદવાર હતા. માઇક્રોસોફટે કહ્યુકે જો ટિકટોક ની માલિકી તેને મળત તો, તેમાં સુરક્ષા , ગોપનીયતા, ઓનલાઈન સુરક્ષા અને યુદ્ધક વિરૂપણ સામે લડવા ઉચ્ચતમ ધોરણો ને પૂરા કરવા માટે અગત્ય ના બદલાવો કર્યા હોત.
ટિકટોકે અમેરિકી સરકાર દ્વારા કરેલી આ કાર્યવાહી ને ચુનોતી આપતો કેસ દાખલ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રમ્પ નો આદેશ ‘આંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ’ નો દુરુપયોગ છે, કેમકે આ પ્લેટફોર્મ દેશ માટે એક અસામાન્ય અને અસાધારણ ખતરો નથી.
અમેરિકા માં ટિકટોક ને 17.5 કરોડ વખત ડાઉનલોડ કરાયુ છે. ટિકટોક ને દુનિયાભર માં એક અરબ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ચીન પર યુઝર ના ડેટા ચોરવાનો આરોપ લગાડવામાં આવતો રહે છે, જોકે કંપની આ આરોપ ને નકારતી રહે છે.