ટોયોટા ની ભારત સરકાર પાસે વધુ સારી ટેક્સ પદ્ધતિ ની ઉમ્મીદ

0

કોરોના વાયરસ ની ઓટો ઉદ્યોગ માં ઊંડી અસર થઈ છે અને સમય સમયાંતરે ઉદ્યોગ સરકાર પાસે સમર્થન ની વિનંતી કરી રહ્યો છે. હાલ માં એક ઇન્ટરવ્યૂમાં, ટોયોટા કિર્લોસ્કર મોટર ના વાઇસ ચેરમેન, શેખર વિશ્વનાથન એ કહ્યુકે ભારત માં વધુ ટેક્સ ને લીધે ઓટોમોબાઇલ કંપનીઓ ને કારોબાર વધારવો મુશ્કેલ થતુ જાય છે. કાર પર લગાવવા માં આવતો ઊંચા ટેક્સ ને લીધે ડિમાન્ડ ઓછી થતી જાય છે અને કારખાના બેકાર થતા જાય છે. તેના સિવાય, ઓટો ઉદ્યોગ ને ગયા વર્ષ થી મંદી નો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઘણી કંપનીઓ એ ટેક્સ ના માળખા માં બદલાવ માટે અનુરોધ કર્યો, ભલે તે અસ્થાયી હોય, પરંતુ અત્યાર સુધી કાંઈ ફાયદો નથી થયો.

Toyota Motor Corp: Reasons Why It Is the Top Car Maker for 2013 - Guardian  Liberty Voice  - Toyota Motor Corporation Is Top Car Maker for 2013

ટોયોટા નુ કહેવુ છે કે તેઓ ભારત માં રહેવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ સારા ટેક્સ ના દરો ની માંગ કરી રહ્યા છે.

વિશ્વનાથને કહ્યુ કે ટોયોટા કિર્લોસ્કર મોટર ભારત માં પોતાનો કારોબાર નહીં વધારે, પરંતુ ભારત ની બહાર પણ નહીં જાય. અત્યારે તો ટોયોટા કર્ણાટક ના બિદાડી માં પોતાના બે માંથી એક કારખાના માં પોતાની ક્ષમતા ના 20 ટકા જ ઉપયોગ કરી રહ્યુ છે. કાર અને બાઇક ના એક પ્રશ્ન ના ઉત્તર માં , કંપની એ નિમ્નલિખિત બયાન જાહેર કર્યુ, જેમાં સરકાર દ્વારા યોગ્ય ટેક્સ અને સાથે કર્મચારીઓ ના હિત ની રક્ષા માટે કહેવાયુ.

Toyota investing $400 million in flying car company  - toyotasinves

“ટોયોટા કિર્લોસ્કર મોટર એ બતાવવા માંગે છે કે અમે ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છીએ અને અમારૂ કામકાજ વૌશ્વિક રણનીતિ નુ એક અભિન્ન અંગ છે. અમને અમારી બનાવેલી નોકરીઓ ની રક્ષા કરવાની જરૂરત છે અને અમે તેના માટે બનતા બધા પ્રયાસો કરીશુ. ભારત માં અમારા બે દાયકા ના કામકાજ દરમ્યાન, અમે એક મજબૂત ઢાંચો બનાવવા માટે પરિશ્રમ કર્યો છે. અમારુ પહેલુ પગલુ છે કે અમે જે બનાવ્યુ છે, તેની પૂર્ણ ક્ષમતા નો ઉપયોગ સુનિશ્ચિત કરવો. COVID-19 ના પ્રભાવ થી આવવા વાળી મંદી ને નજર રાખી, ઓટો ઉદ્યોગ એક સારી ટેક્સ સિસ્ટમ બનાવી રાખવા માટે સરકાર ને સમર્થન માટે અનુરોધ કરે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here