ભારત સહિત આ પાંચ દેશો માં આ મહિને જ શરૂ થશે રૂસની કોરોના વેકસીન નુ ટ્રાયલ….

0

આરડીઆઈએફ ના અધ્યક્ષ કિરિલ દીમિત્રીવે જણાવ્યુ કે રૂસ ની કોરોના વેકસીન ‘સ્પુતનિક વી’ ના ટ્રાયલ આ મહિને અમુક દેશો માં શરૂ થશે. આ દેશો માં ભારત પણ શામેલ છે. ભારત સિવાય આ ટ્રાયલ સાઉદી અરબ, સંયુક્ત અરબ, યુએઈ, ફિલિપાઈન્સ અને બ્રાઝીલ માં પણ થશે.

- 76956150

રૂસ ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગયા મહિને ઘોષણા કરી હતી કે રૂસ ના વૈજ્ઞાનિકો એ કોવિડ-19 ની દુનિયા ની પહેલી રસી ‘સ્પુતનિક-વી’ વિકસિત કરી છે. તેમણે જણાવ્યુ કે તેની દીકરી ને એક ડોઝ આપ્યો છે, તે ખૂબ પ્રભાવી છે અને શરીર માં સ્થાઈ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ રહી છે.

ભારત ના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોરોના સંક્રમણ ને ફેલાતા રોકવા માં સફળતા મેળવવા માટે રૂસ ની સરકાર અને ત્યાંની જનતા ને અભિનંદન પાઠવ્યા હતા. સિંહે શુક્રવારે SCO ની બેઠક માં કહ્યુ હતુ, ‘ હું રૂસ ની સરકાર અને જનતા ને કોવિડ-19 મહામારી પર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવવા માટે અભિનંદન પાઠવુ છું.’

- COVID 19 Vaccine 1

વેક્સિન ને લઈને મોસ્કો અને ભારત સરકાર વચ્ચે ઘણા સ્તરો પર વાતચીત થઈ રહી છે. તેમાં વેક્સિન ની આપૂર્તિ, સહ – વિકાસ અને સહ – ઉત્પાદન જેવા મુદ્દા પણ શામેલ છે. રૂસે ભારત સાથે વેક્સિન ને લઈને સહયોગ ની રીત ને આવકારી છે. હાલમાં ભારત સરકાર તરફથી તેનુ બારીકી થી અધ્યયન કરવામાં આવી રહ્યુ છે.

આ વેક્સિન ને મોસ્કો ના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને રૂસી રક્ષા મંત્રાલયે સાથે મળી ને તૈયાર કરી છે. રૂસ આ અઠવાડિયે કોરોના વેક્સિન સ્પૂતનિક વી ને સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યુ છે. પ્રતિષ્ઠિત લેન્સેટ જર્નલ પ્રમાણે શરૂઆતી ટ્રાયલ માં આ વેક્સિન ની કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે નથી આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here