ટ્વિટર બંધ કરી શકે છે રીટ્વીટનો વિકલ્પ : સોશીયલ મીડિયામાં તણાવ રોકવાની પહેલ.

0
50

5 નવેમ્બરના રોજ ડેન્ટલી ડેવિસે એક ટ્વીટમાં આ સંભવિત ફેરફારો તરફ ધ્યાન દોર્યું હતું. ડેવિસે એક ટ્વિટમાં કહ્યું હતું કે 2020માં તે ઘણા ફેરફારો જોવા મળશે. જેમ કે કોઈ વપરાશકર્તા ચોક્કસ ટ્વીટને રીટ્વીટ કરવાનો વિકલ્પ બંધ કરી શકે, વપરાશકર્તા પોતાની સંમતિ વિના મેન્શન ના કરી શકે, વપરાશકર્તા પોતાની મરજીથી કનવર્સેશનની બહાર જઈ શકશે.

સોશિયલ મીડિયાના સૌથી પ્રભાવશાળી માધ્યમોમાં ગણવામાં આવતા ટ્વિટર આગામી વર્ષથી ટ્વીટ અને રીટ્વીટનાં નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ (ડિઝાઇન એન્ડ રિસર્ચ) ડેન્ટલી ડેવિસે જણાવ્યું હતું કે વપરાશકર્તાનો અનુભવ સુધારવા ટ્વિટર યુઝરને તેનો વિકલ્પ આપી શકે છે કે તેમનું ટ્વિટ રીટ્વીટ થઈ શકે કે નહીં. ટ્વિટર સોશિયલ મીડિયા પર પ્રોપેગેન્ડા ચલાવવા માટે ટ્વીટ્સ વાયરલ કરવા સામે નવી નીતિ પર વિચાર કરી રહ્યું છે.

રીટ્વીટ બંધ કરવાનો વિકલ્પ

રીટ્વીટ બંધ કરવાના વિકલ્પ સાથે વપરાશકર્તા પાસે વધુ અંકુશ હશે. જે કોઈ વ્યક્તિના ટ્વીટને ખૂબ નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને તે ટ્વીટ વધારે રીટવીટ કરવામાં આવી રહી છે, તો તે પ્રસંગે તે ટ્વિટનું રીટ્વીટ વધુ વાયરલ થવાનું રોકે છે.

ટ્વિટરનો ઉપયોગ એજન્ડાના શસ્ત્ર તરીકે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એ દેશ અને દુનિયામાં એજન્ડા વોરનું શસ્ત્ર બની ગયું છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ મંચનો ઉપયોગ રાજકીય અને ધાર્મિક હિત માટે કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં ટ્વિટર તેના વપરાશકર્તાઓને તેના ટ્વીટ્સ માટે વધુ અંકુશ આપવા માંગે છે. જેથી, તેમની ટ્વીટ્સને તેમની સંમતિ વિના એજન્ડાના ઉપયોગમાં ઘસી શકાય નહીં.

ટ્વિટર વીપી ડેન્ટલીએ કહ્યું કે નવા ફેરફારો પછી એક વપરાશકર્તાએ મેન્શન કરતા પહેલા બીજા વપરાશકર્તાની સંમતિ લેવી પડશે. આ સિવાય યુઝર પાસે તેના ટ્વિટને ખાસ હેશટેગ, ઇન્ટરેસ્ટ ઉમેરીને ટ્વિટ કરી શકવાનો વિકલ્પ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here