જ્યાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નો કોરના રિપોર્ટ આવ્યો નેગેટિવ ત્યાં પોલિટિક્સના સાવજ કહેવાતા અમિત શાહનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

0

હાલ બે મોટી ખબર આવી રહી છે. જ્યાં સદીના મહાનાયક આજે કોરોના મુક્ત થાય ત્યાં જ સાવજ કહેવાતા અમિત શાહ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

- amitabh bachchan 137723868400 300x293
11 જુલાઈના દિવસે અમિતાભને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ અભિષેક , ઐશ્વર્યા અને આરાધ્યને કોરોના પોઝિટિવ આવતા મુંબઈ સ્થિત નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 77 વર્ષના અમિતાભ છેલ્લા 23 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. અંતે આજે એમને કોરોના પર વિજય મેળવ્યો.
- Amitabh Bachan 16eb1df3017 medium 300x225
અમિતાભનો કોરોના ટેસ્ટ આજે નેગેટિવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા મળી છે. અને ઘરે પરત ફર્યા છે. પરંતુ અભિષેક બચ્ચન હજુ પણ હોસ્પિટલમાં એડમિટ છે.
- 201601221453445293723413969 300x225
જ્યાં એક બાજુ આ ખુશ ખબર આવી રહી છે ત્યાં જ બીજી ખબર એવી આવી છે કે સાવજ એવા અમિત શાહને આજે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત શાહને આજે કોરોનાના થોડા એવા લક્ષણો દેખાતા ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
- union interview minister amit shah speaks during 060293e0 ba1e 11ea 8df8 49382d26f353 300x169
અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેમની તબિયત ઠીક છે પણ ડોક્ટરની સલાહથી તેઓ હોસ્પિટલમાં ભરતી થાય છે અને અનુરોધ કરે છે કે એમના સંપર્કમાં જેટલા લોકો આવ્યા છે તે પોતાની જાતને ઘરમાં આઇસોલેટ કરે અને કોરોના ટેસ્ટ કરાવી લે.
- 72860161 300x225
આ પણ વાંચો -  આ ચારે રાજ્યોથી મુંબઇ જતા મુસાફરો સાવધાન, મહારાષ્ટ્ર સરકારે 25 નવેમ્બરથી નવો નિયમ લાગુ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here