અર્ધ-નિર્માણિત ફ્લાઇઓવરનો હિસ્સો પટક્યો જમીન ઉપર, અચાનક લોકોમાં થઈ પડી ભાગા-દોડી

0

શનિવારે રાત્રે  હરિયાણામાં સ્થિત ગુરૂગ્રામમાં અર્ધ-નિર્માણિત ફ્લાઈઓવરન્નો એક હિસ્સો અચાનકથી જમીન પર પટક્યો. રાત્રે લગભગ 11 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે. જો કે રાહતની વાત એ છે  કે હજુ કોઈ ઘાયલ થયું એવી ખબર આવી નથી.


આ ફ્લાઇઓવરના નિર્માણનું કામ ચાલી રહ્યું  હતું. રાત હોવાને કારણે એ રોડ ઉપર વધુ  ટ્રાફિક નહતું અને તેને કારણે જ કોઈ જાનહાનિ થઈ નથી. શનિવારે રાત્રે અચાનક એ ફ્લાઇઓવરનો એક મોટો સ્લેબ જમીન ઉપર પટ્કી પડ્યો. અચાનક જ્યારે ફ્લાઈઓવરનો એક હિસ્સો જમીન પર પટક્યો એ સમયે લોકોએ ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો. ફ્લાઇઓવરનો હિસ્સો જ્યારે ભારે અવાજ સાથે ધરતી ઉપર જોરથી પટકાયો ત્યારે ત્યાંની આસપાસની ધરતી કંપી ઉઠી હતી.

આ પણ વાંચો -  ગોપાલ રાય કોવીડ -19 પોઝિટિવ: પર્યાવરણ પ્રધાન ગોપાલ રાય કોરોના પોઝિટિવ, તેમણે ખુદ ટ્વીટ કરી માહિતી આપી

- 22 08 2020 gurugram flyover collapsed 20657338

રાતનો સમય હોવાને કારણે અને રોડ ઉપર ઓછું ટ્રાફિક હોવાને કારણે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here