લોકડાઉનના ચાર ચરણ પછી અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 31 જુલાઇ સુધી અનલોક 2 લાગુ પાડવાનું હતું. આ જે કેન્દ્ર સરકારે અનલોક 3 ની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. અનેક છૂટ-છાટ સાથે અને નવા નિયમો સાથે અનલોક 3 બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ મોટી ન્યૂજ એ છે કે આ અનલોક 3 માં રાત્રિ કર્ફ્યું હટાવવાનો નિર્ણય કર્યો છે.
આ અનલોકમાં યોગ સંસ્થાન અને જિમ ખોલવાની મંજૂરી મળી છે. 5 ઓગસ્ટથી આ બંને જગ્યા પરનું લોકડાઉન હટાવવામાં આવશે. રાત્રે લોકોના આવવા-જવા પરનો પ્ર્તિબંધ દૂર કરવામાં આવ્યો છે.
સામાજિક, રાજનૈતિક, ખેલ, મનોરંજન અને ધાર્મિક કાર્યક્રમો કરવાની હજુ પણ છૂટ મળી નથી. સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસ 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેટ્રો રેલ , સિનેમા , સ્વિમિંગ પુલ , મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડીટોરિયમ, હૉલ તેમજ બીજા બધા સ્થળો પર પ્રતિબંધ લાગુ રહશે. કંટેંન્મેંટ જોન બહારના દરેક સ્થળો પર આ સિવાયના પ્રતિબંધો સિવાય બાકી દરેક ગતિવિધિઓ સામાન્ય રીતે શરૂ રહશે.
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને મળી છૂટ
અનલોક 3 માં સ્વતંત્રતા દિવસે કાર્યક્રમોના આયોજનને સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક પહેરીને પાલનનું નિર્દેશ કરીને છૂટ મળી છે. સાથે જ માસ્ક પહેરવું અને જાહેરમાં ન થૂંકવું એવા નિયમોમાં કોઈ પણ જાતનો બદલાવ આવ્યો નથી.
કંટેંટમેંટ જોનમાં 31 ઓગસ્ટ સુધી ખૂબ જ કડકાઇથી લોકડાઉન લાગુ રહશે. ફક્ત આવશ્યક ગતિવિધિઑને જ અનુમતિ મળશે.