હોળી પછી કોરોના વાઇરસને કારણે 17 માર્ચના તાજમહેલ સહિત દેશના તમામ સ્મારકોને બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારે ઉમ્મીદ નહતી કે આ સ્મારકોનો બંધ થવાનો રેકોર્ડ આટલો તોડી દેશે. આગ્રામાં પહેલી વખત તાજમહેલ સહિત બીજા સંરક્ષિત સ્મારકો આટલા લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. આ પર્યટ્ક ઉદ્યોગથી જોડાયેલ ચાર લાખ લોકોને તેની રોજી-રોટીની ચિંતા સતાવી રહી છે. એક સપ્ટેમ્બરથી બીજા નાના-નાના સ્મારકો ખોલવાનું એલાન થઈ ગયું છે પણ તાજમહેલ અને આગ્રાનો કિલ્લો ખોલવાની કોઈ ઉમ્મીદ નથી.
જો તાજમહેલ ખૂલી પણ જશે તો આવતા વર્ષ સુધી આ ઉદ્યોગને રસ્તા ઉપર લઈ આવું અઘરું છે. પર્યટક ઉદ્યોગથો જોડાયેલ ત્યાંના ચાર લાખ લોકો માટે આ 158 દિવસ ખૂબ ખરાબ રીતે વિત્યા છે. હોટેલ , ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, એંપોરિયમ, ગાઇડ્સ, ફોટોગ્રાફર, ટુર ઓપરેટર, સ્મારકોની આસપાસની દરેક નાની-મોટી દુકાનો બંધ રહેવાથી એ લોકો રોજી-રોટી માટે સ્ટ્ર્ગલ કરી રહ્યા છે.
કુલ 550 હોટેલ, 150થી વધુ ગેસ્ટ હાઉસ અને 150 જેટલા રેસ્ટોરન્ટ બંધ રહ્યા હતા, 500ની આજુબાજુ દુકાનો તેમજ શો રૂમ બંધ રહ્યા છે. 1750 ગાઈડ અને ટ્રાવેલ ઓપરેટ ખાલી બેઠા હતા. બાકી ઓટો રિક્ષા,ટેક્સી વગેરે જેવા અનેક બીજનેસ અને અનેક કારીગરો ખાલી બેઠા હતા.
ત્યાંના હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનના અધ્યક્ષ એ જણાવ્યુ કે જેમ ટ્રેન અને ફ્લાઇટ ખોલવામાં આવે છે એમ જ તુરંત તાજમહેલ ખોલી દેવામાં આવું જોઈએ, નાના નાના સ્મારકો ખોલવાથી કોઈ ફાયદો થવાનો નથી. આગ્રાના લગભગ લોકોની રોજી-રોટી તાજમહેલથી જોડાયેલ છે. જ્યાં સુધી એ નહીં ખૂલે ત્યાં સુધી કોઈ પર્યટક ઉદ્યોગ પટરી ઉપર નહીં આવે.