‘બ્રાહ્મણ રાવણને મારવા વાળા રામ પણ ક્ષત્રીય હતા’ વિકાસ દુબેના એનકાઉન્ટર પર બોલ્યા બીજેપી સંસદના આ સભ્ય

0

આજકાલ દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોરોનાથી માંડીને સુશાંત સિંહની આત્મહત્યા …. અને સાથે લોકોને ચર્ચા કરવા માટે નવો ટોપીક મળ્યો હતો. વિકાસ દુબે અને યોગી આદિત્ય નાથ.

તમને જણાવી દઈએ કે થોડા સમય પેહલા જ યુપીમાં વિકાસ દુબે નામના વ્યક્તિનું એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું જેના પર ઘણી ચોરી , કીડનેપિંગ સાથે જ બીજા ઘણા કેસ દર્જ હતા. સાથે જ સરેન્ડર કરવાને બદલે તેને આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી.

આ વાતને ઘણો સમય વીતી ગયો પણ હજુ લોકો આના વિષે અઢળક ચર્ચાઓ કરી રહ્યા છે. ઘણા લોકો યોગી આદિત્યનાથના આ નિર્ણયના વખાણ કરે છે તો કોઈ વખોળે છે. ત્યાંજ યોગી આદિત્યનાથનો પક્ષ તાણતા એક બીજેપી સંસદના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ નિંદા કરતાં લોકોને એક સવાલ પૂછ્યો.

થોડા સમય પેહલા ટ્વિટર પર અનેક લોકો એ જ્યારે યોગી આદિત્યનાથના નિર્ણયને વખોળ્યો હતો ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ લોકોને પૂછ્યું હતું કે ,
‘બ્રાહ્મણ રાવણને જ્યારે ક્ષત્રીય રામ એ માર્યો હતો તો આજે એમની પુજા થાય છે ,અપરાધી વિકાસ દુબેના એનકાઉન્ટર પર યોગી આદિત્યનાથની નિંદા કેમ?’

એવામાં એક વ્યક્તિએ ફરી ટ્વિટ કરતાં પૂછ્યું કે , ‘સર તો શું દુબે રાવણ હતો?’

એવામાં તેમણે ફરી જવાબ આપ્યો કે, ‘તો શું આઠ નિર્દોષ પોલીસ કર્મચારીને જેને કોઈ કારણ વિના મારી નાખ્યા અને પછી પણ એ ભાગી જવા માંગતો હતો , તો શું એને છોડી દેવો જોઈએ?’

સાથે જ ઘણા લોકો સ્વામીના આ ટ્વિટ સાથે સહમત પણ થયા છે. પણ ટ્રોલ કરવાવાળા લોકો તો હમેશા કોઈ એક પોઈન્ટ જ શોધતા હોય છે.

- smat 1 300x169

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here