ગુજરાતમાં કોરોનાનો કહેર ધીરે ધીરે ખૂબ જ વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1282 કેસ નોંધાયા છે. જે આજ સુધીમાં સૌથી વધુ કેસનો આંકડો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 1282 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં 1111 દર્દીઓએને રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં આજે કોરોનાને કારણે કુલ 13 લોકોના મૃત્યુ થયા છે. તો હાલમાં 89 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.ગુજરાતમાં કુલ કેસનો આંકડો 93હજારને વટાવી ચૂક્યો છે પણ રાહતની વાત એ છે કે આજદિન સુધીમાં કુલ 75 હજાર 662 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 15, 230 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
એવામાં વધતાં જતાં કોરોના પ્રકોપને કારણે સૌરાષ્ટનું સુપ્રસિધ્ધ જલારામ બાપાનું મંદિર એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 ઓગસ્ટથી કરીને 1 ઑક્ટોબર સુધી મંદિરના દરવાજા રહેશે બંધ.
એ સિવાય ગુજરાત પાસે માઉન્ટ આબુ પણ પ્રવાસીઓ માટે એક અઠવાડીયા સુધી બંધ કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા આબુરોડમાં લોકડાઉનને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ ખાતે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
માઉન્ટ આબુમાં સતત પડી રહેલા વરસાદના કારણે ચોમેર હરિયાળી છવાઈ છે. ભારે વરસાદના કારણે પહાડોમાં અનેક નદીઓ અને ઝરણાં વહેતા થતાં અદભૂત નજારો સર્જાયો છે. પણ હવે પ્રવાસીઓ એક અઠવાડીયા સુધી આ કુદરતી નજારો માણવા માટે સક્ષમ નથી.