સુશાંત સિંહ રાજપૂત ની મોત ને લઈને પહેલા દિવસ થી જ સવાલો ઉઠી રહ્યા છે. કોઈ લોકો શરૂઆત થી જ તેને હત્યા માની રહ્યા છે. સુશાંત ના ગળા માં મળેલા નિશાન આત્મહત્યા ની થિયરી પ્રમાણિત નથી કરતા. તેથી જ આશંકા ને ખારીજ નથી કરી શકાતી કે સુશાંત નુ ગળુ દબાવાયુ હોય.
રિપોર્ટ્સ પ્રમાણે એઇમ્સ ના ડોક્ટરો નુ માનવુ છે કે સુશાંત ના ગળા માં જખમ ના નિશાન સીધા છે જે ઉપર ની તરફ હોવા જોઈએ. તેવામાં કઈ રીતે આત્મહત્યા માની લેવામાં આવી. સુશાંત નુ પોસ્ટમોર્ટમ કરવા વાળા કૂપર હોસ્પિટલ ના ડોક્ટરો ની પૂછતાછ કરવામાં આવી છે. પરંતુ સવાલ હજુ કાયમ જ છે કે સુશાંત મામલા માં ગળુ દબાવી ને થયેલી હત્યા ની આશંકા કે કઈ રીતે ખારીજ કરવામાં આવી?
સુશાંત સિંહ રાજપૂત ને ઝેર આપવામાં આવ્યુ હતુ કે નહીં , તેની જાણકારી મેળવવા માટે એઇમ્સ ની ફોરેન્સિક ટીમ વિસરા ટેસ્ટ કરી રહી છે. એઇમ્સ ના ફોરેન્સિક વિભાગ ના પ્રમુખ અને સુશાંત કેસ ના ગઠિત મેડિકલ બોર્ડ ના અધ્યક્ષ ડો.સુધીર ગુપ્તા એ જણાવ્યુ કે એઇમ્સ ફોરેન્સિક બોર્ડ ઝેર ની તપાસ કરવા માટે વિસરા પરીક્ષણ કરી રહ્યા છે. દસ દિવસ માં તેનુ પરિણામ આવી જશે.
રિપોર્ટ્સ પર થી ખબર પડી જશે કે સુશાંત ના લોહી માં કોઈ ડ્રગ્સ છે કે નહીં? સુશાંત ના વિસરા દિલ્લી એઇમ્સ પહોંચી ચુક્યા છે. એઇમ્સ ની પાંચ ડોક્ટર ની ટીમ આ વિસરા ની તપાસ કરશે.
શું હોય છે વિસરા?
વિસરા તપાસ માટે મૃતક ના પેટ ની અંદર થી સેમ્પલ લેવામાં આવે છે. આ દરમ્યાન મૃતક ના આંતરડા, કિડની અને હૃદય વગેરે ના સેમ્પલ લેવામાં આવે છે, તેને જ વિસરા કહેવાય છે. આ તપાસ રહસ્યમયી મૃત્યુ ના કેસ માં કરવામાં આવે છે. વિસરા દ્વારા એ વાત ની ખબર પડે છે કે મૃત્યુ કઈ રિતે થયુ અને તેનુ કારણ શું હતુ?