એવું તો શું બન્યું? કે ૧૩ વર્ષનાં તિલકે “પેપર્સ એન્ડ પાર્સલ્સ” નામની કંપની શરૂ કરી દીધી.

0
52

મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે એ કેટલાક અભ્યાસના પુસ્તક લઇ ગયો હતો જે પુસ્તકો તેમના મામાના ઘરે જ ભૂલીને આવ્યો.

બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન જ મળે. આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય.

એવું તો શું બન્યું? કે ૧૩ વર્ષનાં તિલકે “પેપર્સ એન્ડ પાર્સલ્સ” નામની કંપની શરૂ કરી દીધી. 19tilak mehta 300x247

આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર કેમ ના પહોંચાડી શકાય? અને આજ વિચારે તિલકને એક સફળ વ્યક્તિ બનાવી દીધો.

તિલકએ બધી ગણતરીઓ અને આંકડાઓનું મૂલ્યાંકન કર્યું અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેસ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે.

તિલકે બેંકમાં નોકરી કરતા એના કાકા ઘનશ્યામભાઈને પોતાનો આઈડિયા શેર કર્યો. ઘનશ્યામભાઈ તો નાણા સાથે કામ કરનારા બેંકર હતા એમને પણ તિલકના વિચારમાં મોટો બિઝનેસ દેખાયો. તિલકની કંપની સાથે કામ કરવા માટે એને બેંકની નોકરી છોડી દીધી અને 13 વર્ષના આ છોકરાએ “પેપર્સ એન્ડ પાર્સલ્સ” નામની કંપની શરૂ કરી દીધી.

એવું તો શું બન્યું? કે ૧૩ વર્ષનાં તિલકે “પેપર્સ એન્ડ પાર્સલ્સ” નામની કંપની શરૂ કરી દીધી. TILAK MEHTA 1 300x194

તિલક સોમથી શનિ સ્કુલ જાય છે અને રવિવાર તથા રજાના દિવસોમાં એની કંપની સંભાળે છે. ડબ્બાવાલા ભાઈઓને તાલીમ આપવી, એમના રૂટ નક્કી કરવા જેવી મહત્વની કામગીરી આ કિશોર સાંભળી રહ્યો છે. અત્યારે 300 ડબ્બાવાલા એમની સાથે જોડાયેલા છે અને રોજ 1200 જેટલી ઓફિસમાં કુરિયર પહોંચાડે છે. 2020ના વર્ષ સુધીમાં આ કંપનીને 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચવાનો એનો ટાર્ગેટ છે.

એની ઉંમરના અને એનાથી પણ મોટા હજુ મોબાઈલ પર પબજી રમવામાંથી નવરા નથી થતા. ભણેલા ગણેલાને નોકરી નથી મળતી એવી ફરિયાદો કરે છે, ત્યારે આ 13 વર્ષનો કિશોર પોતાના આગવા વિચારોને અમલમાં મૂકીને એક કંપનીનો માલિક બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here