સૈમુઅલ મિરાંડા કોણ છે, સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે શું છે તેનો સંબંધ?

0

સૈમુઅલ મિરાંડા થી અત્યાર સુધી મુંબઈ પોલિસ , ઇડી અને સીબીઆઇ પૂછપરછ કરી ચૂકી છે. હવે સૈમુઅલ ડ્રગ્સ ને લઈ ને એનસીબી ની રડાર માં છે. ચાલો જાણીએ કોણ છે આ સૈમુઅલ મિરાંડા, જેના પર એનસીબી એ સિકંજો કસ્યો છે.

કોણ છે સૈમુઅલ મિરાંડા?
સૈમુઅલ મિરાંડા સુશાંત સિંહ રાજપૂત નો હાઉસ મેનેજર રહી ચૂક્યો છે. સૈમુઅલ નુ કામ સુશાંત ના ઘર નુ ધ્યાન રાખવી, સ્ટાફ હેન્ડલ કરવો, તેને સુપરવાઇસ કરવા અને તેને પગાર ચૂકવવા નુ હતુ. તેણે આ જોબ માટે ઓનલાઇન અપલાઈ કર્યુ હતું. પછી કન્સલ્ટસી એ સૈમુઅલ ને બોલાવ્યો અને સુશાંત ના ઘરે મોકલ્યો. પોતાના એક બયાન માં સૈમુઅલે કહ્યુ હતુ કે જોબ એપ્લાઈ કર્યા બાદ સુશાંત ની બહેન પ્રિયંકા એ તેનો સંપર્ક કર્યો હતો તેણે કેપ્રિ હાઇટ્સ માં બોલાવ્યો હતો પ્રિયંકા – સિદ્ધાર્થે તેનુ ઇન્ટરવ્યૂ લીધુ હતુ અને સુશાંત ના ઘર નો હાઉસ મેનેજર હાયર કર્યો હતો. સૈમુઅલ ને 80 હજાર સેલેરી માં રાખવા માં આવ્યો હતો. 22 માર્ચે લોકડાઉન બાદ તે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો અને ત્યાર બાદ સુશાંત સાથે કોઈ સંપર્ક નહતો.

- Screenshot 2020 09 05 10 12 17 48

શું છે સૈમુઅલ મિરાંડા નુ ડ્રગ્સ કનેક્શન?
સૈમુઅલ ને રીયા ચક્રવર્તી નો કરીબી બતાવાય છે તેથીજ તો ફેબ્રુઆરી 2020 માં સુશાંત ના બનેવી ઓપી સિંહે બાંદ્રા ના તત્કાલિન ડીસીપી પરમજીત દહીયા ને વોટ્સએપ કરીને સૈમુઅલ ને બોલાવી પૂછપરછ કરવાની અપીલ કરી હતી. સુશાંત ના બનેવી ને શક હતો કે સુશાંત વિરુદ્ધ કોઈ સાજિસ રચવામાં આવી રહી છે. જેમાં રીયા સામેલ છે અને સૈમુઅલ ને તેની જાણકારી છે. સમાચાર તો એવા પણ છે કે રિયાએ સૈમુઅલ ની મદદ થી સુશાંત ના ડેબિટ કાર્ડ ના પિન લીધા હતા. તે અને રીયા સુશાંત ના પૈસા પર ઐસ કરતા હતા.

- Screenshot 2020 09 05 10 11 35 99

ડ્રગ્સ કનેક્શન માં જ્યાં રીયા અને શોવિક ની ચેટ સામે આવી છે, ત્યાં સૈમુઅલ ના નામ નો પણ ખુલાસો થયો છે. રીયા ચક્રવર્તી ની સૈમુઅલ સાથે ની વોટસએપ ચેટ સામે આવી હતી. તેમાં રીયા ડ્રગ્સ ને લઈ ને વાત કરી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here