ટિમ ઇન્ડિયાના સફળ કેપ્ટનો માંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ધોની છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા હતા, ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લીધા પછી તેના ફેન્સ ખૂબ જ દુખી થયા અને તેના મનમાં એક સવાલ ઉઠ્યો છે કે શું હવે ધોની આઇપીએલ 2020 રમશે કે નહીં? ધોનીની ટિમ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી એક વખત ખિતાબ મેળવવા પસીનો વહાવી રહી છે. ધોની જો કે હાલ ચેન્નઈ ટિમ સાથે હાજર જ છે.
જો કે ધોની તરફથી હજુ સુધી આઇપીએલને લઈને કોઈ પણ પ્ર્કરની પ્ર્તિક્રિયા આવી નથી. પણ તેઓ ટીમની સાથે પ્રેકટિસમાં જોડાયા છે અને તેનાથી લાગી રહ્યું છે કે તે આ સીજનમાં પણ cskના કપ્તાન બની શકે છે. તેમની ટીમના અધિકારીઓનું પણ કહેવું છે ધોનીના નેતૃત્વ હેતલ જ csk ટિમ UAE માટે રવાના થશે.
સીએસકે ના ખેલાડીઓ ઐતિહાસિક એમ એ ચિદમ્બર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજ થી જ તેમનો ટ્રેનીંગ કેમ્પ શરૂ થયો છે. કોરોના સંક્રમણના કારણે આઈપીએલ UAE માં શિફ્ટ કરવામાં આવ્યું છે. ટુર્નામેંટ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એ દરમિયાન દરેક ખેલાડીએ કોરોનાના ત્રણ ટેસ્ટ પાસ કરવા પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓ 21 ઓગસ્ટના રોજ દુબઈ માટે રવાના થશે.
ધોનીએ આજ સુધી કુલ 190 આઈપીએલના મેચીસ રમ્યા છે અને કુલ 4432 રન્સ બનાવ્યા છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ એ ત્રણ વખત આઇપીએલની ટ્રોફી મેળવી હતી. ધોની ને છેલ્લો મેચ 2019માં ન્યૂજિલેંડ સામે હતો જેમાં ભારતીય ક્રિકેટ ટીમે હાર નો સામનો કરવો પડ્યો હતો.