આ કોની સાથે હાથ મિલાવી રહ્યા છે અમિતાભ, જેને લોકો સમજી રહ્યા હતા અંડરવર્લ્ડ નો ‘ડોન’, અભિષેકે જણાવી સચ્ચાઈ

0

સોશ્યલ મીડિયા પર ક્યારે શું વાઇરલ થઈ જાય કહી ન શકાય. ઘણી વખત વાઇરલ થઈ રહેલ ફોટો કે સમાચાર નુ સત્ય જાણ્યા વિના લોકો ફેલાવવા લાગે છે. એવુ જ બન્યુ અમિતાભ બચ્ચન ની તસ્વીર સાથે. હકીકત માં સોશ્યલ મીડિયા પર વાઇરલ એક તસ્વીર માં અમિતાભ બચ્ચન એક વ્યક્તિ સાથે હાથ મિલાવતા નજર આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વ્યક્તિ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ છે.

વાઇરલ થઈ રહેલી તસ્વીર ને આ કેપ્શન સાથે શેર કરવામાં આવી રહી છે, ” रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं, पर मैं आपका गुलाम हूं।” દાઉદ ઇબ્રાહિમ અને અમિતાભ બચ્ચન ની જૂની તસ્વીર હવે વાઇરલ થઈ છે, તયારે જ તો જયા બચ્ચન બૉલીવુડ ડ્રગ્સ કનેક્શન પર સ્તબ્ધ થઈ ગઈ છે.

अमिताभ बच्चन, अभिषेक बच्चन  - a b a b 1594643758

ત્યારબાદ અભિષેક બચ્ચને એક ટ્વીટર યુઝર ને જવાબ આપ્યો છે જેમાં તેણે તેના પિતા અમિતાભ બચ્ચન સાથે ‘આતંકી દાઉદ’ ની તસ્વીર બતાવી વાઇરલ કરી રહ્યો છે. અભિષેકે લખ્યુ, “ભાઈસાહબ, આ ફોટો મારા પિતાજી અને મહારાષ્ટ્ર ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક શંકરરાવ ચૌહાણ નો છે.” ત્યાંજ જે વ્યક્તિ ને અભિષેકે જવાબ આપ્યો હતો, તેણે પોતાની પોસ્ટ ડીલીટ કરી નાખી છે.

कंगना रणौत, रवि किशन, जया बच्चन  - b 1600244193

હકીકતમાં જયા બચ્ચને જ્યાર થી સંસદ માં નામ લીધા વગર કંગના રનૌત અને બીજેપી સંસદ રવિ કિશન પર ડ્રગ્સ મામલા માં બૉલીવુડ ને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યાર થી ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ ના નિશાન પર બચ્ચન પરિવાર છે. લોકો સોશ્યલ મીડિયા પર અમિતાભ બચ્ચન ના પૂરા પરિવાર ને ટ્રોલ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન જે વ્યક્તિ સાથે હાથ મિલાવી રહ્યા છે, તે દાઉદ ઇબ્રાહિમ નહીં પણ મહારાષ્ટ્ર ના નેતા અશોક શંકરરાવ ચૌહાણ છે. ફોટો ઘણો જૂનો અને ઝાંખો છે, જેને કારણે ઘણા લોકો અશોક ચૌહાણ ને દાઉદ કહી ખોટા દાવા સાથે ફોટો વાઇરલ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here