વિશ્વ પર્યટન દિવસ: ઋષિકેશ થી લંડન, 20 દેશો ના પ્રવાસ માટે જલ્દી જ રવાના થશે 75 દિવસ ની બસ યાત્રા

0

રેસલિંગ ખેલાડી લાભાંશુ શર્માએ જણાવ્યુ હતુ કે તેઓ ૠષિકેશથી લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી બસ મુસાફરીનું આયોજન કરવા જઈ રહ્યા છે. તેને “ઈનક્રેડિબલ જર્ની” નામ આપવામાં આવ્યુ છે.

ભારતીય કુસ્તીબાજ લાભાંશુ શર્માએ ૠષિકેશ થી લંડન બસની સફર લઈ જવાની યોજના બનાવી છે. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે તેમણે જણાવ્યુ હતુ કે 75 દિવસ સુધી આયોજિત આ યાત્રા દરમ્યાન 20 દેશોની મુલાકાત લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર, 2021 ના ​​રોજ શરૂ થઈ શકનારી આ ‘ઈનક્રેડિબલ બસ ટૂર’ નો ભાગ ફક્ત 20 મુસાફરો જ બની શકશે.

પ્રખ્યાત કુસ્તી ખેલાડી લાભાંશુ શર્માએ જણાવ્યુ હતુ કે તે ૠષિકેશ થી લંડન વચ્ચે વિશ્વની સૌથી લાંબી બસ મુસાફરીનુ આયોજન કરવા જઈ રહ્યા છે. તેનુ નામ ‘અતુલ્ય યાત્રા’ રાખવામા આવ્યુ છે. આ યાત્રા દરમ્યાન, મુસાફરો ને 21,000 કિલોમીટરની અંતરની મુસાફરી કરાવવા માં આવશે. જેમાં 20 દેશોની મુસાફરી શામેલ હશે. આ પ્રવાસ ઉત્તરાખંડના ૠષિકેશથી શરૂ થશે અને લંડનમાં સમાપ્ત થશે.

આ પણ વાંચો -  ગુજરાતના રાજકોટની કોવિડ સેન્ટર હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ 5 લોકોનાં મોત

20 દેશોની યાત્રા

આ યાત્રા ૠષિકેશ ના રસ્તે ઈમ્ફાલ થઈ ને મ્યાનમાર માં પ્રવેશ કરશે. આ પછી થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન પહોંચશે. આ પછી, યુરોપિયન દેશો રશિયા, લેટવિયા, લિથુનીયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ થઈને ઇંગ્લેન્ડ પહોંચશે. આ યાત્રા અહીં જ ખતમ નહીં થઈ જાય. આ ઉપરાંત મુસાફરો વેલ્સ અને સ્કોટલેન્ડની પણ મજા લઇ શકશે.

પહેલા પણ કર્યો છે આવો કમાલ

આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ ને ફેલાવવાનો છે. અહેવાલ મુજબ, ભૂતકાળમાં પણ લાભાંશુ આંતરરાષ્ટ્રીય સડક માર્ગ દ્વારા 32 દેશોમાં શાંતિ પ્રવાસ કરી ચૂક્યો છે. લાભાંંશુ શર્મા અને તેના ભાઇ વિશાલ શર્માએ તાજેતરમાં જ વર્લ્ડ પીસ ટૂરના ભાગ રૂપે હિંદુસ્તાનથી લંડન સુધી ની સફર સડક માર્ગ દ્વારા પૂર્ણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here