‘યે રિશ્તે હૈ પ્યાર કે’ સિરિયલના કુનાલ રાજવંશ એટ્લે કે ઋત્વિક અરોડાએ છોડયો શો, તેની જગ્યાએ આવશે આવશે આ એક્ટર

0

સ્ટાર પ્લસની ખૂબ જ પ્રચલિત સિરિયલમાં ની એક યે રિશ્તે હૈ પ્યાર કે માં કુનાલ રાજવાંશનો રોલ નિભાવતા ઋત્વિક અરોડા હવે એ સિરિયલનો હિસ્સો રહ્યા નથી, ઋત્વિક એ મેરી આશિકી તુમસે હી થી જ ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. તેમાં એ જન્નત જુબર સાથે દેખાયા હતા અને તેમણે ઘણી પોપ્યુલરીટી મળી હતી.

- rithvik 1 300x198

એક્ટર ઋત્વિક યે રિશ્તે પ્યાર કે થી બહાર થઈ નીકળી ગયા છે. ઋત્વિક અને એ શોના પ્રોડ્યુસર રાજન શાહી વચ્ચે મતભેદને કારણે ઋત્વિકને બહારનો રસ્તો જોવો પડ્યો. હવે શો માં એ રોલ માટે બીજા એક્ટરની તલાશ કરાઇ રહી છે. ચાલો જાણીએ શું છે આખી વાત.

- Ritvik 300x198

ખબર એવી મળી છે કે ઋત્વિકે પ્રોડ્યુસર રાજન શાહીને શુટ પર પાછું વળવાની વાત પર ખૂબ જ પરેશાન કર્યા છે. લોકડાઉન પછી નવા ટ્રેક સાથે શો શરૂ થયો છે. અને ત્યાર થી જ ઋત્વિક શો માં નજર નથી આવતા. ઋત્વિક અત્યારે દિલ્લીમાં છે. અને શુટ પર ન આવવાનું કારણ એ કોરોના વાઇરસ બતાવે છે. જો કે રાજન શાહી અને ટિમનો આરોપ છે કે ઋત્વિક અને તેના પિતા પેમેન્ટ અને અનપ્રોફેશનલ બિહેવિયર કરી અને બધાને ખુબ જ પરેશાન કરે છે. ઋત્વિક અને રાજન શાહીના જૂના સબંધો ખૂબ જ ખરાબ રહી ચૂક્યા છે.

- ritvik arora 439

હવે રાજન શાહી અને એમની ટિમ ઋત્વિકને રિપ્લેસ કરવાનું વિચારી રહ્યા છે અને તેની જગ્યાએ નવા એક્ટરની શોધ કરી રહ્યા છે. ઋત્વિકને રિપ્લેસ કરવાવાળા એક્ટરની લીસ્ટમાં રાજન શાહીએ ત્રણ એક્ટરને સિલેક્ટ કર્યા છે. તેમાં પહેલું નામ છે કિંશુક મહાજન. જે એમના જ પ્રોડકશન હાઉસની બનેલ સિરિયલ બિદાઈ, ચાંદ છુપા બાદલ મે કામ કરી ચૂક્યા છે. બીજું નામ છે રોહિત સુચાંતી. એ સાથીયા, રિશ્તા લીખેંગે હમ નયા અને દિલ યે જિદ્દી હૈ જેવા અલગ અલગ શોમાં કામ કરી ચૂક્યા છે.  અને ત્રીજા એક્ટરનું નામ છે રોહિત પુરોહિત. અને તે પોરસ નામની સિરિયલમાં એલેક્સજેંડરના રોલમાં નજર આવ્યા હતા.  જો કે આ ત્રણ એક્ટરની રેસમાં સૌથી આગળ કિંશુક મહાજનનું નામ છે. જોઈએ કોણ આ રેસ જીતે છે અને આ પ્રચલિત સિરિયલનો હિસ્સો બને છે.

- 45227483 300x225

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here