‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આ મુખ્ય એક્ટર થયા કોરોના સંક્રમીત, શૂટિંગ કરવામાં આવી બંધ

0

ટીવીની લોકપ્રિય ધારાવાહિક યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મુખ્ય એક્ટર મનીષ ગોયંકાનો કિરદાર નિભાવતા સચિન ત્યાગીનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો છે. આ શોની શૂટિંગ દરરોજની જેમ સોમવારે પણ સવારે 10 વાગ્યે શરૂ કરવામાં આવી હતી.

- l 1598296400

પણ જ્યારે સચિનનો કોરોના ટેસ્ટ પીજીટીવ આવ્યો કે તુરંત શૂટિંગ અટકાવી દેવામાં આવી હતી. એ સિવાય શોમાં કામ કરતાં દરેક કલાકારો અને કર્મચારીઓ એ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેમાથી ઘણા લોકો કોરોના સંકર્મિત આવ્યા છે.

- yeh rishta kya kehlata hai 1531491307

સૂત્ર અનુસાર સચિનને હળવો તાવ આવતો હતો અને એમને જાતે જ પોતાનૂ કોરોના ટેસ્ટ કરાવ્યો અને એ ટેસ્ટ પોજીટીવ આવ્યો હતો. જ્યારે ઇનો રિપોર્ટ પોજીટીવ આવ્યો એમ જ તુરંત સેટ ઉપર અચાનક ભાગદોડી શરૂ થઈ ગઈ હતી. અને જેમ ખબર પડી કે સેટ ઉપર બીજા ઘણા લોકો કોરોના સંકર્મિત છે એમ તુરંત શૂટિંગ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

- l 1598296454

જો કે આ પહેલી વખત નથી કે કોઇ સિરિયલ ના સેટ ઉપર કામ કરતાં કલાકારો અને કર્મચારીઓ કોરોના સંકર્મિત થયા હોય અને અચાનક શૂટિંગ બંધ કરવી પડી હોય. સબ ટીવીના એક કોમેડી ધારાવાહિક ભાખરવાડી ના સેટ ઉપર કામ કરતાં એક કર્મચારીની કોરોના વાઇરસને કારણે મૃત્યુ પણ થઈ ગઈ હતી. જો કે હાલ નિર્માતાઓ એમના પરિવારને આર્થિક સહાય કરી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here