ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ દસમા પરિણામ બાદ હવે માર્કસ ચેક માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
આ અરજીઓ 26 તારીખ સુધી કરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ (માધ્યમિક) અનુસાર, માર્કસ ચેક માટે ઓનલાઇન અરજી બોર્ડની વેબસાઇટ (www.gseb.org અથવા ssc.gseb.org) પર કરી શકાય છે.
માર્ક તપાસવા ઇચ્છુક વિદ્યાર્થીઓ 100 રૂપિયાની ફી સાથે શનિવાર (13 જૂન) થી 26 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
અરજીનો સમય બપોરે 2 થી સાંજના 5 સુધીનો છે. ગત 9 જૂને દસમાનું પરિણામ જાહેર કરાયું હતું. મંગળવારે, ગત મહિનામાં લેવામાં આવેલી દસમા પરીક્ષા માટે બોર્ડ દ્વારા 60.64 ટકા પરિણામ જાહેર કરાયું હતું.
જે બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન જાહેર કરાઈ હતી.
જિલ્લાના આધારે સુરત જિલ્લાનું સૌથી વધુ 74.6.66 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછા દાહોદ જિલ્લાનું 47 ટકા પરિણામ આવ્યું છે.